ETV Bharat / state

મહેસાણાના તરભ ગામે સામુહિક જળ સંચયનું અનોખું આયોજન જુઓ ખાસ અહેવાલ...

મહેસાણાઃ આજના સમયમાં પાણીની સમસ્યા સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. ત્યારે મહેસાણા જિલ્લામાં એક એવું ગામ આવેલું છે જ્યાં ગ્રામજનોએ મળીને જળ સંચયની વ્યવસ્થા થકી પાણી એકત્ર કર્યું છે. તો ચાલો 'જળ એજ જીવન' ને સમજનાર બુદ્ધિજીવી ગ્રામજનોના જળસંચયના આયોજનનો જોઈએ ખાસ અહેવાલ...

કોન્સેપ્ટ ફોટો
author img

By

Published : Aug 17, 2019, 2:17 PM IST

Updated : Aug 17, 2019, 9:14 PM IST

વર્તમાન સમયમાં આધુનીકરણના કારણે જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે. માનવીએ વિકાસની લાલચમાં પ્રકૃતિને ડામાડોળ કરી નાખતા ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દિવસે-દિવસે વધી રહી છે. જેના કારણે કુદરતી અમીજળ એટલે કે, વરસાદની અનિયમિતતા જોવા મળી રહી છે.

હાલમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. તો ક્યાંક આજે પણ અમીછાંટણા વરસાવી રહ્યા છે. ત્યારે કુદરતની બે તાસીર અને ગત વર્ષે નહિવત પડેલા વરસાદે કાળા માથાના માનવીને જળનું મહત્વ સમજાવી જ દીધું છે. વિસનગરના પર્યાવરણને લઈ તરભ ગામે સામુહિક જળ સંચયના આયોજનથી વધુ એક સકારાત્મક કાર્યની શરૂઆત કરી છે.

મહેસાણાના તરભ ગામે સામુહિક જળ સંચયનું અનોખું આયોજન જુઓ ખાસ અહેવાલ..., ETV BHARAT

રાજ્યમાં કદાચ આ પહેલું એવું ગામ છે કે, જ્યાં પંચાયત ઘરના સભ્યો અને સરપંચ દ્વારા વરસાદની સીઝનમાં વહી જતું વરસાદી પાણી ગામના અવાવરું બનેલા કૂવામાં ભરવાનું નક્કી કરાયું છે. આ કૂવો પણ ગામના એવા ભાગમાં છે કે, જ્યાં વરસાદ વરસે ત્યારે ગામની જમીન પર પડતું વરસાદી પાણી વહીને આ જ જગ્યાએથી પસાર થાય છે. ત્યારે આ વરસાદી પાણી વહી જતા તેને સંગ્રહ કરવા પાણીના વહેણના રસ્તે ગામમાં જુદી જુદી જગ્યાએ કલેક્શન ટેન્ક બનાવવામાં આવ્યા છે. આ તમામ 6 થી 10 ટેન્કનું પાણી મોટી પાઇપ લાઇન દ્વારા કૂવામાં ભરાઈ જાય છે.

ગ્રામજનોના આ સામુહિક જળ સંચયના આ આયોજનથી ગામમાં અવાવરું પડી રહેલો કૂવો રિચાર્જ કરવામાં આવશે. સાથે જ કૂવો રિચાર્જ થતા જમીનમાં પાણીના તળ ઉપર આવશે જેનો લાભ ગામલોકોને પીવાના પાણી આપતા ટ્યુબવેલ થકી થશે. આમ આ ગામના જમીન વિસ્તાર પરથી વરસાદના પાણી જે નદી નાળા અને ગટરમાં વહી જતા હતા તે હવે કૂવામાં સંગ્રહ થશે. તેથી કુદરતની દેન રૂપે ગામના જ ઉપયોગમાં આવી શકશે અને લોકોને દુષ્કાળમાં પણ પાણીની તકલીફ નહી પડે.

Intro:

મહેસાણા જિલ્લામાં આવેલ એવું એક ગામ કે જ્યાં કરાઈ છે જળ સંચયની સામુહિક વ્યવસ્થા અને જળસંચય થકી એકત્ર કરાયેલા પાણીનો લાભ પણ લેશે આખું ગામ આવો જોઈએ જળ એજ જીવનને સમજનાર બુદ્ધિજીવી ગ્રામજનોના જળસંચયના આયોજનનો ખાસ અહેવાલ....Body:

હાલમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે તો ક્યાંક આજે પણ અમીછાંટણા થઈ રહ્યા છે ત્યારે કુદરતની બે તાસીર અને ગતવર્ષે નહિવત વરસેલા વરસાદે આખરે કાળા માથાના માનવીને જળનું મહત્વ સમજાવી જ દીધું છે ત્યારે વિસનગરના પરિયાવરણને લઈ રઢિયામણા બનેલા તરભ ગામે સામુહિક જળ સંચયના આયોજન થી વધુ એક સકારાત્મક કાર્યની શરૂઆત કરી છે રાજ્યમાં કદાચ પહેલું એવું આ ગામ છે કે જ્યાં પંચાયત ઘરના સભ્યો અને સરપંચ દ્વારા વરસાદની સીઝનમાં વહી જતું વરસાદી પાણી ગામના અવાવરું બનેલા કૂવામાં ભરવાનું નક્કી કર્યું સંજોગો અવસાત આ કૂવો પણ ગામના એવા છેડે આવેલ છે કે જ્યારે વરસાદ વરસે કે આખાય ગામની જમીન પર પડતું વરસાદી પાણી વહી ને અહીં થી જ પસાર થાય છે ત્યારે વહી જતા આ પાણીને સંગ્રહ કરવા પાણીના વહેણના રસ્તે ગામમાં જુદી જુદી જગ્યાએ કલેક્શન ટેન્ક બનાવી તે તમામ 6 થી 10 ટેન્કનું પાણી મોટી પાઇપ લાઇન દ્વારા કૂવામાં લઈ જવામાં આવશે Conclusion:

ગામ લોકોના સામુહિક જળ સંચયના આ આયોજન થી ગામમાં અવાવરું પડી રહેલા કૂવો રિચાર્જ કરવામાં આવશે સાથે જ કૂવો રિચાર્જ થતા જમીનમાં પાણીના તળ ઉપર આવશે જેનો લાભ નજીએ આવેલ ગામલોકોને પીવાના પાણી આપતા ટ્યુબવેલ થકી થશે આમ આ ગામના મોટા જમીન વિસ્તાર પર થી વરસાદના પાણી જે નદી નાળા અને ગટરમાં વહી જતા હતા તે હવે કૂવામાં સંગ્રહ થતા કુદરતની દેન રૂપે ગામના જ ઉપયોગમાં આવી શકશે

બાઈટ 01 : સોમાજી ઠાકોર, સરપંચ

બાઈટ 02 : ઈશ્વરભાઈ ચૈધરી, સ્થાનિક

બાઈટ 03 : ભરતભાઈ સથવારા, TDO વિસનગર

રોનક પંચાલ, ઈટીવી ભારત , તરભ-મહેસાણા
Last Updated : Aug 17, 2019, 9:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.