ETV Bharat / state

વિસનગરમાં 200 વર્ષ જૂની ખાસડા યુદ્ધની પરંપરા ઉજવાઈ, પોલીસે આવી ટોળાને વિખેર્યું - mehsana news

વિસનગરમાં ચાલી આવતી વર્ષો જૂની પરંપરા આજે પણ અહી જોવા મળી રહી છે એક યુદ્ધના સ્વરૂપમાં જ્યાં જૂતા મારવાનો જંગ ખેલાય છે અને ધૂળેટીનો પર્વ ઉજવાય છે. ખાસડા યુદ્ધની પરંપરાની ઉજવણી સમયે કોરોના ગાઈડ લાઈનના ધજાગરા ઉડતા પોલીસે કાર્યવાહી કરી છે

khasada holi
khasada holi
author img

By

Published : Mar 29, 2021, 10:22 AM IST

Updated : Mar 29, 2021, 12:38 PM IST

  • 200 વર્ષ પહેલાથી ઉજવાય છે આ પરંપરા
  • હજ્જારોની સંખ્યામાં નાનાથી લઈ મોટા લોકો કરે છે આનંદ
  • આમને સામને દોડી આવે છે મસ્તીની આફત
  • ખાસડુ ફેંકતા જેને વાગે છે તેનું વર્ષ સારું જવાની માન્યતા
  • તો ખજુર અને મટકી લેવા માટે પણ ખેલાય છે જંગ

મહેસાણા: ધૂળેટીના પવિત્ર પહેવારના દિવસે મહેસાણા જિલ્લાના વિસનગરમાં અનોખી પરંપરાથી ધૂળેટી ઉજવાય છે. અહીં ડીજેના તાલે બે જૂથો એકબીજા ઉપર ખાસડા ફેંકીને ખાસડા યુદ્ધ રમે છે. ત્યારે વિસનગરના મંડી બજાર વિસ્તારમાં છેલ્લા 200 વર્ષથી વધારે વર્ષોથી ખાસડા યુદ્ધની પરંપરા ચાલી આવી છે. ખાસડા યુદ્ધની પરંપરાની ઉજવણી સમયે કોરોના ગાઈડ લાઈનના ધજાગરા ઉડતા પોલીસે કાર્યવાહી કરી છે.

વિસનગરમાં 200 વર્ષ જૂની ખાસડાયુદ્ધની પરંપરા ઉજવાઈ, પોલીસે આવી ટોળાને વિખેર્યું

200 વર્ષ પહેલાથી ઉજવાય છે આ પરંપરા

હોળી ધૂળેટી રંગોનો પર્વ જે નાત જાત અને ધર્મના ભેદભાવ ભુલાવી ઉજવાય છે ગુજરાતમાં ત્યારે વિવિધતામાં એકતાનો સમન્વય આજે જોવા મળી રહ્યો છે. વિસનગરમાં યોજાતી અંદાજે 200 વર્ષો જૂની પરંપરામાં...અહીં નાના બાળકોથી લઇ યુવાનો અને કેટલાક વડીલો પણ પોતાની મસ્તીમાં આવી આજે ધુળેટીના પર્વ પર ઉજવાતા ખાસડા યુદ્ધમાં ભાગ લે છે વિસનગરના મંડી બજારની ગલીઓમાં જોવા મળતા આ યુવાનોને જોઈ તમને લાગશે કે જાણે અહી કોઈ મોટી બબાલ સર્જાઈ છે પણ ના આ છે અહીના લોકોની મસ્તી ભરી ખુશાલીની પરંપરા.

આમને સામને દોડી આવે છે મસ્તીની આફત
આમને સામને દોડી આવે છે મસ્તીની આફત

આ પણ વાંચો: હોળીની શુભેચ્છા: વડાપ્રધાન મોદી સહિત દેશ-વિદેશના નેતાઓએ પાઠવી શુભેચ્છા

ખાસડુ ફેંકતા જેને વાગે છે તેનું વર્ષ સારું જવાની માન્યતા

ધૂળેટી આવતા જ અહીં ચબુતરા પાસે જુના જૂત્તા અને સળેલા શાકભાજી ભેગા કરાય છે. પછી બે જૂથ બનાવી લોકો પરંપરાગત રીતે સામ સામે જૂત્તા કે સળેલા બગડેલા શાકભાજી ફેંકી એક બીજાના ટોળાને માર મારતા સામે પક્ષને પાછો પાડવા દોડે છે અને જયારે કોઈને જૂતું વાગે છે તો તેનું આખું વર્ષ સારું જાય છે એવી છે અનોખી લોકમાન્યતા છે. જો કે સામ સામે છુટ્ટી મારામારીની આ રમત અને પરંપરામાં લોકોની એકતાની અખંડતાને આજ દિન સુધી જાળવી રાખવામાં આવી છે અહી ક્યારેય આ રમતને લઇ કોઈ વાત વિવાદ કે ઝઘડા થયા નથી.

વિસનગરના ખાસડા યુદ્ધની અનોખી પરંપરા
વિસનગરના ખાસડા યુદ્ધની અનોખી પરંપરા

પરંપરાને લઈ વિવિધ લોકમાન્યતા સેવાઈ રહી છે

અહીં વડીલોની આ પરંપરાની ગાથા અને લોકમાન્યતાને અનુસરી યુવાનો પણ આ રમતને પ્રોત્સાહન આપી પોતે ખરેખર જૂત્તા ખાવા દોડી આવે છે અહી આ ટોળામાં દેખાતા અનેક યુવાનો પોતાનું વિશેષ વ્યક્તિત્વ ધરાવતા હોવા છતાં મસ્તીના પર્વની મજા માણી લે છે.

હજ્જારોની સંખ્યામાં નાનાથી લઈ મોટા લોકો કરે છે આનંદ

આ પણ વાંચો: આવી રીતે થતી હતી લાલુની કુર્તા ફાડ હોળી, જૂઓ તસ્વીરો

આ વખતે આયોજન નક્કી ન હોઈ જૂજ દર્શકો આ પરંપરામાં જોડાયા

ખાસડા યુદ્ધની આ રમતને જોવા લોકો અહી દુર દુરથી આવે છે અને બાળકો મહિલાઓ દેખાતા આ જોખમ વચ્ચે પણ ભયમુક્ત રહી આ પરંપરાને નિહાળે છે. અનોખી પરંપરાની વિસનગરમાં વર્ષોથી ઉજવણી કરાય છે. જો કે, આ વખતે જૂજ સંખ્યામાં દર્શકો જોવા મળેલા હતા. ખાસડા યુદ્ધની પરંપરાની ઉજવણી સમયે કોરોના ગાઈડ લાઈનના ધજાગરા ઉડતા પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસની કાર્યવાહીને કારણે મટકી ફોડ સહિતની રમત અટકી હતી.

Last Updated : Mar 29, 2021, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.