આગામી 20 અને 21 જાન્યુઆરી 2020ના રોજ મહેસાણાના વિશ્વપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં દેશભરમાંથી શાસ્ત્રીય નૃત્ય અને સંગીતના કલાકારો ભાગ લેશે. દર વર્ષે ઉત્તરાયણ પર્વ બાદ આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત રાજ્યના રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા મોઢેરાના પ્રસિદ્ધ સૂર્યમંદિર ખાતે 21 અને 22 જાન્યુઆરીના રોજ ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો શુભારંભ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રુપાણીના હસ્તે કરવામાં આવશે.
શાસ્ત્રીય નૃત્ય અને સંગીતના સમન્વય સમા આ ઉત્તરાર્ધ મહોત્સવમાં ભારતભરમાંથી આવનારા કલાકારો વિવિધ શાસ્ત્રીય નૃત્ય જેવાં કે, ભરતનાટ્યમ, ઓડીસી, કુચીપુડી, કથ્થક અને મોહિનીઅટ્ટમ જેવા નૃત્યો રજૂ કરી પોતાની કલા અને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવશે.