- અમદાવાદથી નાનીકડી રસીકરણ માટે આવેલ બે શંકાસ્પદ શખસની અટકાયત કરાઈ
- ખાનગી હોસ્પિટલના નામે રસીકરણ કરવા આવેલા બે શખ્સ નાની કડીમાંથી ઝડપાયા
- ઝેરી કમળા અને ટાઈફોડની મોબાઈલ રસીકરણના નામે પૈસા ઉઘરાવતા હતા
- કડી પોલીસે સ્થાનિકની અરજી લઈ બંને શખ્સને જેલ હવાલે કર્યા
- કોરોનાની રસી માટે આતુર લોકોને અન્ય રોગોની રસી આપવા બે શખ્સ દોડી આવ્યા
મહેસાણાઃ કડી શહેરના નાનીકડી વિસ્તારની કેટલીક સોસાયટીમા ઘરે ઘરે ફરીને અમદાવાદની હોસ્પિટલ પૈસાથી ઝેરી કમળા અને ટાઈફોડની મોબાઈલ રસીકરણ ઝૂંબેશ હાથ ધરતા વિસ્તારના જાગૃત રહિશોએ હોબાળો મચાવી બે શખ્સોને ઝડપી લઈ કડી પોલીસને હવાલે કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રસીકરણની વાતો કરતા શખ્સો સામે જાગૃત નાગરિકોને શંકા જતા પોલીસ બોલાવી પકડાવી દીધા.!
અમદાવાદના જશોદાનગર ચાર રસ્તા નજીકની શર્મા હોસ્પિટલના ડૉ. અરવિંદ કે. શર્માએ ઝેરી કમળા અને ટાઈફોડની મોબાઈલ રસીકરણ ઝૂંબેશ શરૂ કરી છે, જે અંતર્ગત કડીના નાનીકડી વિસ્તારની ભાગ્યલક્ષ્મી, અયોધ્યા સહિતની સોસાયટીઓમાં ઘરે ઘરે ફરીને કેટલાક લોકો રસીકરણના નામે પૈસા ઊઘરાવી રસી આપતા હોવાનું વિસ્તારના જાગૃત રહીશ નાગર પટેલ, ભરત પટેલ સહિતના ધ્યાને આવતા શખ્સોને પૂછતા ભાગવા જતાં ઝડપી લઈ તાત્કાલિક કડી પોલીસને જાણ કરતાં પોલીસે ભાવેશ કે. રાવત સહિત બે શખ્સોની અટકાત કરી વિસ્તારના નાગરભાઈ પટેલની અરજી આધારે તપાસ હાથ ધરી છે.