મહેસાણા જિલ્લાની ઉંઝા વિધાનસભા બેઠક એટલે બે તાલુકાને સમાવતો મતવિસ્તાર. જ્યાં ઉંઝા અને વડનગર બંન્ને તાલુકામાં મોટા ભાગના ગામડાઓ આવેલા છે. ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસ સાથેની ચૂંટણી જંગની સીધી ટક્કર જીતવા વડનગર તાલુકાના 17 જેટલા ગામોમાં બાઈક રેલી સ્વરૂપે ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે. જ્યારે ગામડાઓમાં મતદારને આકર્ષવા ભાજપની બાઈક રેલીમાં ટીવી સિરિયલ કલાકાર માહી શર્માએ હાજરી આપી છે.
હવે ઉંઝા વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નાની-મોટી સેલિબ્રિટીને બોલાવીને ભાજપનો ચૂંટણી પ્રચાર તેજ બનાવ્યો છે. માત્ર જીત પરંતુ જંગી મતોની લીડ મેળવવા વડનગરના ભાજપ કાર્યકરોએ દોડ લગાવી છે. આ બાઈક રેલીમાં હાજરી આપતા કલાકાર માહી શર્માએ મોદીના વતનના વખાણ કરતા અહીં ચૂંટણી પ્રચારની કોઈ જરૂર જ નથી અને ભાજપને આ બેઠક પર જીત સરળતાથી મળી શકે તેવો દ્રઢ વિશ્વાસ જતાવ્યો છે.
સાથે જ દરેક મતદાર બડીચઢીને મતદાન કરે એ મહત્વનું છે તેવો સંદેશો આપતા મોદીએ ના માત્ર વડનગર દરેક જગ્યા પર વિકાસ કર્યો છે. જેને કારણે મોદીને જીત અપાવી આવનારી પેઢીમાં તેવા જ વિચાર પ્રસરે તેવું તેના મતે યોગ્ય ગણાવ્યું છે. આમ વડનગરમાં આ વખતે પ્રથમ મહિલા ટીવી કલાકાર તરીકે માહી શર્માએ ભાજપ માટે પ્રચાર કર્યો છે. ત્યારે માહીનો પ્રચાર ભાજપ માટે કેટલો કામ લાગ્યો છે તે તો ચૂંટણી પરિણામ પરથી જ નક્કી કરી શકાય તેમ છે.