મહેસાણાઃ માથુર વૈશ્ય ગુપ્તા સમાજની મહિલાઓએ રેલી યોજી પ્લાસ્ટિક મુક્તિનો સંદેશ પાઠવ્યો હતો. પ્લાસ્ટિકએ સૌથી મોટું પ્રદૂષણ છે, ત્યારે ભારતમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ છતાં જન જાગૃતિના અભાવે ગુણવત્તા હીન પ્લાસ્ટિકનો ઉપયોગ બેફામ થઈ રહ્યો છે. જેને અટકાવવા માથુર વૈશ્ય ગુપ્તા સમાજની મહિલાઓએ એક નાનકડો પ્રયાસ કરી સમાજને પ્લાસ્ટિક મુક્તિનો સંદેશો પૂરો પાડ્યો હતો.
આ સમાજની વિસનગર અને સતલાસણા મહિલા શાખા સભા દ્વારા આપણા દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્લાસ્ટીક મુક્ત અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે મહિલા શાખા સભા દ્વારા પ્લાસ્ટિક થેલી વાપરવી નહી, કપડાની થેલીનો ઉપયોગ કરવો જોઇએ. જેથી આ પ્રદુષ્ણ થતુ અટકી શકે.
પાણી બચાવો, વુક્ષ વાવો સહિતના પર્યાવરણ બચાવવાના મેસેજ સાથે બેનરો-પોસ્ટરો સાથે રેલી યોજવામાં આવી હતી. સાથે જ લોકોને કપડાની થેલી આપવામાં આવી હતી અને પ્લાસ્ટિક નહિ પણ કપડાંની બેગ વાપરવા અનુરોધ કરાયો હતો. ત્યારે મહિલાઓ દ્વારા થયેલા પ્લાસ્ટિક મુક્તિ અને પર્યાવરણ બચાવોનાઆ નાનકડા પ્રયાસથી સમાજમાં અંશતઃ બદલાવ આવશે, તો કદાચ મહિલાઓનો આ પ્રયાસ સફળ બની જશે.