- કેન્દ્રીય કલ્ચર સેક્રેટરીએ વડનગરની પુરાતત્વ સાઈટની મુલાકાત લીધી
- નિરીક્ષણ અને સૂચનો કરી પુરાતત્વની કામગીરીને વેગ આપવા કર્યો પ્રયાસ
- વડનગરમાં 200 કરોડના ખર્ચે બની રહ્યું છે મ્યુઝીયમ
મહેસાણાઃ જિલ્લામાં આવેલા ઐતિહાસિક ધરોહર એવા વડનગરમાં વર્ષોથી નગરના ઇતિહાસને ઉજાગર કરવા પુરાતત્વ વિભાગ કામે લાગેલું છે. ત્યારે હાલ ચાલી રહેલી પુરાતત્વની કામગીરીનો ચિતાર મેળવળા કેન્દ્રીય કલચર સેક્રેટરરી રાગ્વેન્દ્રજી એ મુલાકાત કરી હતી, અને જુદી જુદી સાઈટ પર જઈ કામગીરીની પ્રગતિ અને યોગ્યતા માટે ખાસ સૂચનો કર્યા હતા.
રાગ્વેન્દ્રજી એ મ્યુઝીયમની સાઈટની પણ મુલાકાત લીધી
રાગ્વેન્દ્રજી એ વડનગરમાં બની રહેલા દુનિયાના બીજા ક્રમાંકના મ્યુઝીયમની સાઈટની પણ ખાસ મુલાકાત લીધી હતી. તેમજ રાગ્વેન્દ્રજી એ મહેસાણા જિલ્લા કલેકટર અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે કેન્દ્રીય પુરાતત્વ વિભાગના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહી મ્યુઝીયમના કામની પ્રગતિ પર વાર્તાલાપ કર્યો છે.
આ પણ વાંચોઃ વડનગરની ઐતિહાસિક ધરોહર, પૌરાણિક ચીજવસ્તુઓ અને દીવાલ મળી આવી
વડનગર ઐતિહાસિક ધરોહરની સાથે સાથે વડાપ્રધાન મોદીના વતન તરીકે જાણીતુ
મહેસાણા જિલ્લામાં વડનગર ઐતિહાસિક ધરોહરની સાથે સાથે વડાપ્રધાન મોદીના વતન તરીકે જાણીતું છે. નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન હતા ત્યારે વડનગરમાં પુરાતત્વ વિભાગે સંશોધન હાથ ધર્યું હતું. જે બાદ વડનગરની ધરામાથી પ્રાચીન મૂર્તિઓ, સિક્કા, બંગડી, બૌદ્ધ વિહાર સહિત અનેક એવા પૌરાણિક અવશેષો મળ્યાં હતા, જેથી કેન્દ્રીય પુરાતત્વ વિભાગ દ્વારા પણ વધુ સંશોધન હાથ ધરવામાં આવ્યું છે.
વડનગરના ઈતિહાસને ઉજાગર કરતા જમીનમાંથી મળી આવેલા અતિ મૂલ્યવાન અને અપ્રાપ્ય એવી પૌરાણિક ચીજ વસ્તુઓને દુનિયા સમક્ષ રજુ કરવા એક ખાસ મ્યુઝીયમ વડનગરમાં બનાવવામાં આવી રહ્યું છે, જે માટે સરકાર દ્વારા રૂપિયા 200 કરોડની ફાળવણી કરાઈ છે, આ મ્યુઝીયમ દુનિયાનું બીજા ક્રમાંકનું મ્યુઝીયમ બનશે.