ETV Bharat / state

પ્રેમ લગ્નની અદાવતમાં યુવતીના ભાઈએ દંપતિનું અપહરણ કર્યું, પોલીસે છુટકારો અપાવ્યો

મહેસાણાના યુવકે ઊંઝાની યુવતિ સાથે પ્રેમલગ્ન કરતા યુવતીના ભાઈએ બન્નેનું અપહરણ કરાવ્યું હતું. આ મામલે પોલીસે 11 પૈકી 6 શખ્સોને ઝડપી લઈ અન્ય 5 શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

યુવતીના ભાઈએ જ કરાવ્યું હતું અપહરણ
યુવતીના ભાઈએ જ કરાવ્યું હતું અપહરણ
author img

By

Published : May 11, 2021, 12:02 PM IST

  • યુવતીના ભાઈએ જ કરાવ્યું હતું અપહરણ
  • અપહરણ કરી છૂટાછેડાનું દબાણ કરી 5 લાખની ખંડણી માંગવામાં આવી હતી
  • પોલીસે 3 ટીમો બનાવી 11 પૈકી 6 અપહરણકર્તાઓને ઝડપી પાડયા

મહેસાણા: રાધનપુર રોડ પરની સ્વસ્તિક સોસાયટીમાં રહેતા પારસ નાયીએ બે મહિના પહેલા ઊંઝાના અમુઠ ગામની જીનલ પટેલ સાથે પ્રેમ લગ્ન કરેલા હતા. જેથી યુવતીનો પરિવાર નારાજગી જતાવતો હોવાથી તેના ભાઈ દ્વારા બહેન સાથે પ્રેમલગ્ન કરનાર યુવકના ઘરેથી પોતાના સાગરીતો સાથે મળી તોડફોડ કરતા પ્રેમલગ્ન કરનાર દંપતિનું અપહરણ કરાવ્યું હતું. જેને લઈ અપહૃત યુવકના પરિવારે મહેસાણા તાલુકા પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: નકલી પોલીસે અડધી રાત્રે ધાબે સૂતા સગીરનું અપહરણ કર્યું

પોલીસે યુવતીના અપહરણ મામલે 3 ટીમો બનાવી તપાસ આદરી

મહેસાણાથી પ્રેમલગ્ન કરનાર દંપતીના અપહરણની ફરિયાદને પગલે જિલ્લામાં પોલીસની ત્રણ ટીમો ખાસ પ્રકારે આ કેસના કામે તાપસમાં લાગી ગઈ હતી. ત્યાં અપહરણ કર્તાઓ એ અપહૃત યુવકની બહેનને ફોન કરી 5 લાખની ખંડણી માંગતા પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓનું લોકેશન મેળવી ખેરાલુ સતલાસણા પંથકમાં વોચ ગોઠવતા અપહરણ કર્તાઓની પહેલી કાર પકડાઈ હતી. જેમાંથી 4 શખ્સો ભાગવા જતા 2 ઝડપાયા હતા અને 2 ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: વડોદરાના વેપારી અને તેની પત્નીનું અપહરણ કરનાર ત્રણ સામે ગુનો નોંધાયો

6 શખ્સો ગાડી મૂકી ભાગ્યા હતા

બાદ બીજી એક કાર સામેથી આવતા પોલીસને જોઈ યુ-ટર્ન લેતા પોલીસે પીછો કરતા 6 શખ્સો ગાડી મૂકી ભાગ્યા હતા. જેમાંથી પોલીસે 4 શખ્સોને ઝડપી લઈ મોબાઈલ ફોન , બે કાર, અને રોકડ મળી કુલ 4.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે સમગ્ર ગુનાનો મુખ્ય સૂત્રધાર યુવતીનો ભાઈ જય મહેન્દ્રભાઈ પટેલ હજુ સુધી ઝડપાયો નથી. ત્યારે પોલીસે 11 પૈકી 6 શખ્સોને ઝડપી લઈ અન્ય 5 શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.