જિલ્લામાં આવેલા વિજાપુર તાલુકાના ડાભલા ગામની સીમના એક ખેતરમાં ખેડૂતોને કામ કરતા અજગર જોવા મળ્યો હતો. જેથી કામ કરતા તમામ લોકો ત્યાં એકત્ર થયા હતા. અજગરને જોતા લોકોમાં કુતુહલ સર્જાયુ હતું. જોકે બાજરીના ખેતરમાં બાજરીના સાંઠા સાથે વીંટળાયેલા અજગરની જાણ મહેસાણા વન વિભાગને કરાતા વનવિભાગ દ્વારા ખેતરમાં વીંટળાયેલા અજગરને રેસ્ક્યુ કરી પકડી પાડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તારણ મુજબ અજગર 8 ફૂટ લાંબો અને સ્વસ્થ હોવાની માહિતી સામે આવી હતી. જોકે લોકોની હલચલ અને દોડ ભાગને લઈ અજગરને નુકસાન પહોંચે નહીં તે માટે અજગરને પકડી સુરક્ષિત સ્થળે મોકલી આપવામાં આવ્યો છે.