ETV Bharat / state

વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિઓને પ્રોત્સાહિત કરવા રાજ્યની 6 શૈક્ષણિક સંસ્થાઓને મળી SSIPની તક - Student Startup Innovation Policy

આજે 21મી સદી એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે ઇનોવેશનનો તબક્કો કહી શકાય છે, ત્યારે સરકારના સ્કિલ ઇન્ડિયાના અભિયાનને આગળ ધપાવતા વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિને બહાર લાવવા સરકાર દ્વારા વધુ એક પ્રોજેકટ સ્ટુડન્ટ સ્ટાર્ટપ ઇનોવેશન પોલિસી શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શૈક્ષણિક નગરી વિસનગરમાં આવેલી સરકારી M. N. કોલેજ સહિત રાજ્યની 6 શૈક્ષણિક સંસ્થાઓને SSIP પ્રોજેકટ માટે તક આપતા યોગ્ય ફંડની ફાળવણી કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિઓને પ્રોત્સાહિત કરવા રાજ્યની 6 શૈક્ષણિક સંસ્થાઓને મળી SSIPની તક

author img

By

Published : Nov 20, 2020, 10:02 AM IST

  • સરકારના સ્કિલ ઇન્ડિયા અભિયાનને SSIP થકી વેગ મળશે
  • સરકારે શરૂ કરેલી સ્ટુડન્ટ સ્ટાર્ટપ ઇનોવેશન પોલિસી (SSIP) વિદ્યાર્થીઓને બનાવશે આત્મનિર્ભર
  • વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિઓને પ્રોત્સાહિત કરવા રાજ્યની 6 શૈક્ષણિક સંસ્થાઓ મળી તક
  • SSIP માટે વિસનગર M. N.કોલેજને મળી મહત્તમ ગ્રાન્ટ
  • ગુજરાત નોલેજ સોસાયટી દ્વારા 80 લાખ રૂપિયાની ફાળવણી કરાઈ
  • SSIP પ્રોજેકટ અંતર્ગત અન્ય સંસ્થાના વિદ્યાર્થીઓને પણ મળશે આર્થિક મદદ

મહેસાણા: આજે 21મી સદી એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે ઇનોવેશનનો તબક્કો કહી શકાય છે ત્યારે સરકારના સ્કિલ ઇન્ડિયાના અભિયાનને આગળ ધપાવતા વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિને બહાર લાવવા સરકાર દ્વારા વધુ એક પ્રોજેકટ સ્ટુડન્ટ સ્ટાર્ટપ ઇનોવેશન પોલિસી શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શૈક્ષણિક નગરી વિસનગરમાં આવેલી સરકારી M. N. કોલેજ સહિત રાજ્યની 6 શૈક્ષણિક સંસ્થાઓને SSIP પ્રોજેકટ માટે તક આપતા યોગ્ય ફંડની ફાળવણી કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિઓને પ્રોત્સાહિત કરવા રાજ્યની 6 શૈક્ષણિક સંસ્થાઓને મળી SSIPની તક
સ્ટુડન્ટ સ્ટાર્ટપ ઇનોવેશન પોલિસી

શિક્ષણ ક્ષેત્રે નેકએક્રીડેશનમાં પ્રથમ સ્થાને આવનારી શૈક્ષણિક નગરીમાં આવેલી સરકારી M. N. કોલેજને શિક્ષણ જગતમાં વધુ એક તક પ્રાપ્ત થઈ છે. જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સ્કિલ ઇન્ડિયા સ્કીમને આગળ ધપાવતા સ્ટુડન્ટ સ્ટાર્ટપ ઇનોવેશન પોલિસી દ્વારા વધુ એક પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યની જુદી જુદી સંસ્થા તરફથી મળેલી દરખાસ્ત પૈકી વિસનગરની સરકારી M. N. કોલેજ સહિત 6 શૈક્ષણિક સંસ્થાની પસંદગી કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓ બનશે આત્મનિર્ભર

આ SSIP પ્રોજેકટ અંતર્ગત વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા અને વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિના વિકાસ માટે ગુજરાત નોલેજ સોસાયટી દ્વારા આર્થિક સહાય પુરી પાડવામાં આવી રહી છે. જેમાં વિસનગરની M. N. કોલેજે રાજ્યમાં 80 લાખની માતબર રકમ સાથે મહત્તમ ફંડ પ્રાપ્ત કરેલો છે. જે રકમ બે વર્ષની મુદત માટે જુદી જુદી સંસ્થાના વિદ્યાર્થી ગ્રુપોને ઇનોવેટિવ એક્ટિવિટી કરવા આર્થિક સહાય રૂપે ફાળવણી કરવામાં આવશે. વિદ્યાર્થી અવસ્થામાં વિદ્યાર્થીઓ પોતે પોતાના આત્મવિશ્વાસને મજબૂત બનાવી સર્જનાત્મક કાર્ય કરી દેશ અને દુનિયામાં ડંકો વગાડે માટે SSIP પ્રોજેકટ અંતર્ગત સરકાર દ્વારા તક પુરી પાડવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.