ETV Bharat / state

પ્રેમ લગ્નના કાયદામાં સુધારા માટે સામાજિક સંગઠનોએ કડીમાં આવેદન આપી કરી રજૂઆત

author img

By

Published : Dec 31, 2019, 8:43 AM IST

Updated : Dec 31, 2019, 1:12 PM IST

મહેસાણા: પ્રેમ લગ્નના કાયદામાં સુધારા માટે સામાજિક સંગઠનોની કડીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. પ્રેમલગ્નને સમાજનું દુષણ માની કડીના નારી એકતા ગ્રુપ દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર લાવવા આંદોલન છેડવામાં આવ્યું છે. આજે સભ્ય સમાજમાં દીકરી અને સમાજના દીકરા બીજા સમાજમાં પ્રેમ લગ્ન કરી લે છે. આ પ્રેમલગ્નના કાયદામાં સુધારો કરવાની માગ સાથે ખાસ બેઠક બાદ રેલીનું આયોજન કરીને કાયદામાં સુધારાની માગ સાથે આવેદન પત્ર આજે પોલીસ સહિત કડી મામલતદારને આપ્યું હતું

Mehsana
Mehsana

સામાન્ય રીતે સામાજિક રીતભાત અને રિવાજોએ પરિવાર અને સમાજનું ઘરેણું માનવામાં આવે છે, પરંતુ અતિગતિએ બદલાતા આજના સમયમાં પ્રેમ લગ્નના નામે થતાં નુકસાનને અટકાવવા પાટીદાર એકતા સમિતિ જેવા અનેક સમાજ અને જ્ઞાતીના આગેવાનોએ સાથે મળી કડીમાં નારી એકતા ગ્રુપની શરૂઆત કરી છે.

પ્રેમ લગ્નના કાયદામાં સુધારા માટે સામાજિક સંઘઠનોની કડીમાં આવેદનપત્ર આપી રજુઆત

સોમવાર આ ગ્રુપના આયોજકો અને વિવિધ સમાજના અગ્રણીઓ સાથે મળી મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા એક જાહેર સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ રેલી સ્વરૂપે તમામ સભ્યો કડી પોલિસ મથકે પહોંચી ત્યાં ઉપસ્થિત મામલતદારને આવેદનપત્ર આપી પ્રેમ લગ્ન અંગેના કાયદા અને નીતિ નિયમો બદલાવ કરવા સરકારમાં વિનંતી કરાઈ છે.

આવેદનપત્ર દ્વારા સરકારમાં રજૂઆત કરતા આજે જે પ્રેમ લગ્નમાં છોકરાની વય 21 અને છોકરીની 18 રાખવામાં આવી છે, તે હવે બન્નેની 21 કરવામાં આવે અને 25 વર્ષ સુધી કોઈ પણ સંતાન પ્રેમ લગ્ન કરે તો તેમાં સાક્ષી તરીકે માતાપિતાને લેવામાં આવે જ્યારે 25 વર્ષ બાદ જો કોઈ યુવાઓ પ્રેમ લગ્ન કરે તો તેમના 4 સાક્ષી હોવા જોઈએ અને તે પણ 35 વર્ષ કે, તેથી વધુ વય ધરાવતા હોવા જોઈએ.

જ્યારે પ્રેમ લગ્નની ફી પણ 1 લાખ સુધી લેવામાં આવે જે ફી લગ્ન કરનાર છોકરો છોકરીના નામે ફિક્સ ડિપોજિટ કરાવે અને તે રૂપિયા 10 વર્ષ પછી પરિણીતાને મળે સહિતના વિવિધ મુદ્દાઓને પ્રેમ લગ્નના નીતિનિયમો અને કાયદામાં સુધારવા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે. જો કે, આ નારી એકતા ગ્રુપ દ્વાર આ લડતને આગળ ધપાવતા તમામ ધારાસભ્યો અને સરકારી પદાધિકારીઓને પણ પત્ર લખી આ મામલે રજૂઆત કરવામાં આવશે.

Intro:

(વિડિઓ બાઈટ ftp કરેલ છે)

પ્રેમ લગ્નના કાયદામાં સુધારા માટે સામાજિક સંઘઠનોની કડીમાં આવેદનપત્ર આપી રજુઆત

પ્રેમલગ્નને સમાજનું દુષણ માની કડીના નારી એકતા ગ્રુપ દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર લાવવા આંદોલન છેડવામાં આવ્યુંBody:

સામાન્ય રીતે સામાજિક રીતભાત અને રિવાજો એ પરિવાર અને સમાજનું ઘરેણું માનવામાં આવે છે પરંતુ અતિગતિએ બદલાતા મોર્ડન જમાનામાં લાજકાજ અને શરમ તો છાપરે મુકાઈ ગઈ છે બસ આ જોગ અને સંજોગો વચ્ચે કેટલાક પરિવારોએ પોતાની વ્હાલસોઈ દીકરીઓ જુવાન થતા જ પ્રેમ લગ્ન જેવા ઊંડા ખાડામાં પડતી જોઈ વેદનાઓ અનુભવી છે ત્યારે હવે પ્રેમ લગ્નના નામે થતા સમાજના નુક્ષાન અટકાવવા પાટીદાર એકતા સમિતિ જેવા અનેક સમાજ અને જ્ઞાતીના આગેવાનોએ સાથે મળી કડીમાં નારી એકતા ગ્રુપની શરૂઆત કરી છે નારી એકતા ગ્રુપ દ્વારા દરેક સમાજ અને પરિવારોને સાથે રાખી પ્રેમ લગ્નના દુષણને અટકાવવા સરકારના દરવાજા ખખડાવવાની પહેલ કરાઈ છે જેમાં આજે આ ગ્રુપના આયોજકો અને વિવિધ અમજના અગ્રણીઓ સાથે મળી મોટી સંખ્યા માં મહિલાઓ દ્વારા એક જાહેર સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ રેલી સ્વરૂપે તમામ સભ્યો કડી પોલિસ મથકે પહોંચી ત્યાં ઉપસ્થિત મામલતદાર ને આવેદનત્ર આપી પ્રેમ લગ્ન અંગેના કાયદા અને નીતિનિયમો બદલાવ કરવા સરકારમાં વિન્નતી કરાઈ છે

આવેદનપત્ર દ્વારા સરકાર માં રજુઆત કરતા આજે જે પ્રેમ લગ્ન માં છોકરાંની વય 21 અને છોકરી ની 18 રખાઈ છે તે હવે બન્નેની 21 કરવામાં આવે અને 25 વર્ષ સુધી કોઈ પણ સંતાન પ્રેમ લગ્ન કરે તો તેમાં સાક્ષી તરીકે માતાપિતાને લેવામાં આવે જ્યારે 25 વર્ષ બાદ જો કોઈ યુવાઓ પ્રેમ લગ્ન કરે તો તેમના 4 સાક્ષી હોવા જોઈએ અને તે પણ 35 વર્ષ કે તેથી વધું વય ધરાવતા હોવા જોઈએ જ્યારે પ્રેમ લગ્નની ફી પણ 1 લાખ સુધી લેવામાં આવે જે ફી લગ્ન કરનાર છોકરો છોકરીના નામે ફિક્સ ડિપોજિટ કરાવે અને તે રૂપિયા 10 વર્ષ પછી પરિણીતાને મળે સહિતના વિવિધ મુદ્દાઓ ને પ્રેમ લગ્નના નીતિનિયમો અને કાયદામાં સુધારવા આવેદનપત્ર આપી રજુઆત કરાઈ છે જોકે આ નારી એકતા ગ્રુપ દ્વાર આ લડત ને આગળ ધપાવતા તમામ ધારાસભ્યો હોટના સરકારી પદાધિકારીઓ ને પણ પત્ર લખી આ મામલે રજુઆત કરવામાં આવશે

બાઈટ 01 : સતીષ પટેલ, આગેવાન

બાઈટ 02 : ભગવતીબેન પટેલ, આગેવાન

બાઈટ 03 : અલકાબેન બ્રહ્મભટ, આગેવાનConclusion:રોનક પંચાલ, ઈટીવી ભારત, કડી મહેસાણા
Last Updated : Dec 31, 2019, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.