ETV Bharat / state

પાલોદરમાં યજુર્વેદમાં જણાવ્યા પ્રમાણે પરંપરાગત શુકન જોવાયા - ગુજરાતના તાજા સમાચાર

શ્રી ચોસઠ જોગણીયો માતાજીના મુળ સ્થાનક એવા મહેસાણા નજીકના પાલોદર ગામમાં 8મી એપ્રીલ ગુરુવારે ચાર કલાકના સમયે યજુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ખેડુતલક્ષી સુકન જોવાયા હતા. પાલોદરમાં કોરોના વાઇરસના પગલે સાવચેતી ભાગરૂપે સતત બીજા વર્ષે શ્રી ચોસઠ જોગણીયો માતાજીનો લોકમેળો(જાતર) મોકુફ રાખવામા આવ્યો છે.

પાલોદરમાં યજુર્વેદમાં જણાવ્યા પ્રમાણે પરંપરાગત શુકન જોવાયા

author img

By

Published : Apr 8, 2021, 10:29 PM IST

  • વરતારામાં ચોમાસુ એકંદરે સારુ, વર્ષ દરમિયાન અનાજ નહી ખુટે
  • ખેડૂતોને યોગ્ય સમયે ઓજારો મેળવવા મુશ્કેલી પડી શકે
  • પાલોદર ગામે પરંપરા ઉજવાઈ

મહેસાણાઃ જિલ્લાના યાત્રાધામ પાલોદરમાં કોરોના વાઇરસના પગલે સાવચેતી ભાગરૂપે સતત બીજા વર્ષે શ્રી ચોસઠ જોગણીયો માતાજીનો લોકમેળો(જાતર) મોકુફ રાખવામા આવ્યો છે. જોકે પરંપરાગત પ્રથા પ્રથમ દિવસે ચાલુ રહી હતી. શ્રી ચોસઠ જોગણીયો માતાજીના મુળ સ્થાનક એવા મહેસાણા નજીકના પાલોદર ગામમાં 8મી એપ્રીલ ગુરુવારે ચાર કલાકના સમયે યજુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ખેડુતલક્ષી સુકન જોવાયા હતા.

ખેડૂતોને યોગ્ય સમયે ઓજારો મેળવવા મુશ્કેલી પડી શકે

આ પણ વાંચોઃ હોળીની જાળ પરથી વરતારો : જાણો શું કહે છે આગાહીકારો?

આ વર્ષે ચોમાસુ એકંદરે સારુ રહેશેઃ જયપ્રકાશ પંડ્યા

જયપ્રકાશ પંડ્યાએ શુકન પરથી નીકળેલા વરતારા અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, આ વર્ષે ચોમાસુ એકંદરે સારુ રહેશે. તેમજ બજારમાં વર્ષ દરમિયાન અનાજની કમી નહી જોવા મળે. જેઠ મહિનામાં સામાન્ય વરસાદ પડશે. અષાઢ મહિનાની ગોળી પનીહારીના ત્રીજા ફેરામાં જ પુરેપુરી ભરાઇ ઉભરાઇ ગઇ હતી. જેનો વરતારો જોઇએ તો અષાઢ મહિનાના પહેલા 15 દિવસ વરસાદ પુષ્કળ પળવાની શક્યતા છે. આસો મહિનાની વાદળી રસ્તામાં પણ સતત વરસતી જોવા મળી હતી. જેના પરથી વરતારો જોઇએ તો આસો મહિનાના પહેલા 15 દિવસ એટલે કે નવરાત્રીના સમયે વરસાદ છુટો છવાયો ચાલુ રહેશે. નવરાત્રીની વાદળીયો વરસતી જ રહેશે. ચોમાસાના બાકીના મહિનાઓમાં વરસાદ મધ્યમ રહેશે. જય પ્રકાશ પંડ્યાએ વરતારાના આધારે વધુમાં જણાવ્યુ હતુ કે, વહેલી સવારે હળ બનાવવા માટે લાકડુ લેવા જવામાં ખેડૂતો સમય સાચવી શક્યા ન હતા. જેના પરથી વરતારો જોઇએ તો ખેડૂતોને આ વર્ષે હળ સહિત ખેતીને લગતા ઓજારો યોગ્ય સમયે મળવા મુશ્કેલ બનશે. ટ્રેક્ટરની જે દિવસે જરૂર હોય તે દિવસે ન મળે અને બીજા દિવસે મળે એવું માની શકાય.

વરતારામાં ચોમાસુ એકંદરે સારુ, વર્ષ દરમિયાન અનાજ નહી ખુટે

કયા ખેતી પાક સારા થશે..?

ફુલોના હાર જેને ફુલોનો શેર કહેવામાં આવે છે, માતાજીને અર્પણ કરવામાં આવેલા શેરોમાં 100 ટકા તાજા જે પૈકી 80 ટકા પીળા ફુલો અને લાલ ફુલ 20 ટકા નીકળ્યા હતા. જ્યારે સફેદ ફુલ નહીવત હતા. જેના પરથી વરતારો જોઇએ તો પીળા ફુલવાળા પાક જેવા કે રાયડો, બાજરી, વરીયાળી, સવા, મકાઇ, મગ, તુવેર, ચોળી, તલ, મઠ સહિતનું ઉત્પાદન સારુ મળશે. લાલ ફુલ એટલે કે ફુલોના ધંધામાં પણ તેજી રહેશે. જ્યારે કપાસમાં પહેલા લાલ ફુલ બેસે છે તેથી તેમાં પણ તેજી રહેશે તેવો વરતારો જોવા મળ્યો છે.

આ વર્ષે ખેડૂતોનો દબદબો રહેશે.?

જેના પર હાર આવ્યો તે ખેડૂત મજબૂત બાંધાના તેમજ સ્વસ્થ્ય અને હાઇટવાળા હોવાથી વરતારો જોઇએ તો ખેડૂતોનું સ્વાસ્થ્ય અન્ય વર્ગ કરતા સારુ રહેશે. મહેનતનું ફળ પણ મળશે. તેમજ વર્ષ દરમિયાન ખેડૂતોનું વર્ચસ્વ રહેશે તેઓ વરતારો જોવા મળે છે તેમ જયપ્રકાશ પંડ્યાએ જણાવ્યુ હતું.

આ પણ વાંચોઃ જામનગરના આમરા ગામે વરસાદનો વરતારો કરવા માટે વર્ષો જૂની પરંપરા યથાવત

નવ યુવાનો ખેતી કાર્યમાં જોડાશે, અનાજ નહી ખુટે

આ વખતે શુકન જોવામાં આવ્યા તેમાં ખેડૂતોમાં ઉમર લાયક ખેડૂતો ઓછા અને યુવાન વધુ જોવા મળ્યા હતા. જેનો વરતારો જોઇએ તો વરતારા પ્રમાણે નવા યુવાન ખેડૂતો ખેતીના કાર્યમાં જોડાશે. ખેડૂતો ઘણી બાજરી વહેચતા હતા ત્યારે રસ્તા પર પુષ્કળ પ્રમાણમાં બાજરી જોવા મળી હતી. જેના પરથી વરતારો જોઇએ તો ચોમાસા પછી પાકેલ અનાજ જાહેર બજારોમાં વધુ પડતુ જોવા મળશે. જેથી લોકોને પુરતા પ્રમાણમાં અનાજ મળી રહેશે.

પોલીસ દ્વારા સરાહનીય કામગીરી

પાલોદરમાં શુકન જોવાતા હતા તે સમયે ખાસ ભીડ ના થાય તેની તકેદારી રાખી અને સેનેટાઇઝર તેમજ માસ્ક સહિતની કોરોના ગાઇડ લાઇનનું પોલીસ દ્વારા ચુસ્ત અમલ કરાવવામાં આવ્યુ હતું. પરંપરાગત પ્રથામાં પ્રથમ દિવસે 8મી એપ્રીલે ગુરુવારે યજુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ખેડૂત જીવનને સ્પર્શતા શુકન જોવાયા હતા. કોરોના વાયરસને પગલે સાવચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કરવામાં આવેલી કામગીરીને લોકોએ વખાણી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.