- ઊંઝા સહિત મહેસાણા જિલ્લાના APMC માર્કેટ યાર્ડનું સંચાલન ચાલુ રહેશે: સૂત્રો
- ખેડૂત આંદોલના એલાનમાં નહીં જોડાય APMC સત્તામંડળ
- APMCના નિર્ણયને પર રહી કેટલાક ખેડૂતો અને વેપારી આગેવાનો કરશે આંદોલનને સમર્થન: સૂત્રો
મહેસાણાઃ દેશ અને રાજ્યમાં કૃષિ કાયદામાં થયેલા બદલાવ બાદ ક્યાંક સમર્થન અને વિરોધની આગ ભભૂકી ઉઠી છે. જો કે, આ માહોલ વચ્ચે શરૂ થયેલા ખેડૂત આંદોલનમાં હવે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતમાં કેટલાક ખેડૂતોની સાથે રાજકીય વ્યક્તિઓ અને પાર્ટીઓનું બંધના એલાનને સમર્થન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સરકાર સાથે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે જોડાયેલા લોકો અને સંસ્થાઓ સરકાર વિરુદ્ધ જવા તૈયાર નહીં હોવાના ડોળ દેખાડી રહ્યા છે, મહેસાણાની APMC અને ખેતીવાડી સંસ્થાઓ દ્વારા ભારત બંધના એલાને સમર્થન આપવામાં આવ્યું નથી.
ઊંઝા APMCનું કામકાજ શરૂ
8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે, ત્યારે ઊંઝા APMCના સત્તાધીશોએ વહીવટી કામ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ખેડૂતો અને વેપારી વર્ગના કેટલાક લોકોએ ભારત બંધને સમર્થન આપ્યું છે. આમ ભારત બંધના એલાન પર મહેસાણા જિલ્લામાં 2 તાસીર સર્જાય તો નવાઈ નહીં. જેથી કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે.