- જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં કોરોના માટે રસીકરણ થવાની શક્યતાઓ.!
- ભારત સરકારની ગાઇડલાઇન મુજબ રસી અપાશે
- કોરોના વેક્સિન માટે પ્રાયોરિટી મુજબ યાદી તૈયાર
મહેસાણાઃ રાજ્યના આરોગ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલે કોરોના વેક્સિન માટેની તૈયારીઓ અંગે જણાવ્યું કે, દરેકને તબક્કાવાર વેક્સિન આપવાનું આયોજન કરાનાર છે. આ માટે સરકારે પ્રાયોરીટી યાદી તૈયાર કરી છે અને પોર્ટલ પર યાદી આવી ગઇ છે. હવે વેક્સિનની રાહ જોવાય રહી છે, વેક્સિન આવે એટલે ભારત સરકારની ગાઇડલાઇન મુજબ તબક્કાવાર નાગરીકોને આપવામાં આવશે.
જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં રસીકરણ શરૂ થવાની શક્યતાઓ
નીતિન પટેલે જણાવ્યું કે કેન્દ્રીય આરોગ્યપ્રધાને સંભવત જાન્યુઆરી કે ફેબ્રુઆરીની શરૂઆતમાં ભારતમાં વેક્સીનની શરૂઆત થશે તેમ જણાવ્યુ છે. હાલ ગુજરાતમાં કોરોના વેક્સિન આયોજનમાં આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર, શિક્ષકોને સંયુક્ત રીતે સક્રિય કરી તેેમનો ઉપયોગ કરાઇ રહ્યો છે. તેમ મહેસાણા ખાતે જણાવ્યુ હતું.