મહેસાણા : સર્વ વિદ્યાલય કડી અને ગાંધીનગર દ્રારા કોરોના વાઇરસની મહામારીના સમયે અગમચેતીના ભાગરૂપે રાષ્ટ્ર ઉપર આવી પડતી આપત્તીઓના સમયે સર્વ વિદ્યાલય સંસ્થા દ્રારા સમાજ અને સરકારની સાથે રહી જરૂરી કામગીરી કરેલી છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી-ગાંધીનગર, કડી સર્વ વિશ્વ વિદ્યાલય-ગાંધીનગર, કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ-કડી કોરોના વાઇરસની મહામારીના અનુસંધાને તમામ કેમ્પસો લોકડાઉન કરી દેવામાં આવ્યા છે. ગમે ત્યારે જરૂરીયાતના સમયે ક્વોરન્ટાઈનમાં 2000 વ્યક્તિઓને રાખી શકાય. તેવી વ્યવસ્થા કડી અને ગાંધીનગર કેમ્પસની હોસ્ટેલોમાં રૂમો પણ તૈયાર કરી લેવામાં આવ્યા છે.
હાલમાં સમાજમાં રહેતા તમામ નિરાશ્રીતો માટે રોજના 5000 વ્યક્તિઓને સતત 10 સુધી ભોજન આપી શકાય તેવી સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તેમજ એક પરિવારના 4 સભ્યોને એક અઠવાડિયા સુધી ચાલે તેટલું (ગ્રોસરી) અનાજ, કરીયાણું અને તેલ જેવી જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની એક હજાર કીટો કડી અને ગાંધીનગરના કેમ્પસમાં તૈયાર કરવામાં આવી છે. 1000 પરિવારોને પરિસ્થિતિ ખરાબ થાય તેવા સંજોગોમાં સામાન તેઓના ઘર સુધી પહોંચાડી શકાય, અને એક અઠવાડિયા સુધી જમવાની સગવડ મળી રહે તેવી મજબુત વ્યવસ્થા કરેલી છે.
આ ઉપરાંત આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેમ્પસના કર્વાટસમાં પરિવાર સાથે રહેતા તમામ લોકોને જરૂરી સતત ગાઈડલાઈન આપી ચુસ્ત પાલન કરવાની તમામ સુચનાઓ આપી દેવામાં આવી છે. કેમ્પસમાં રહેતા તમામ કર્વાટસના કર્મચારીઓને રોજે રોજ તેમના શરીરનું તાપમાન ટ્રેમ્પચર ગનથી ચેક કરી જરૂરી ચકાસણી કરવામાં આવે છે. કેમ્પસમાં ગમે ત્યારે ગમે તે સમયે કાર્ય કરી શકે તેવી ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ સાથે સંસ્થાની તમામ સ્કુલ બસોને સેનેટાઈઝર કરી જરૂરીયાતના સમયે ઉપયોગ કરી શકાય તે માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ અંગે ઈમરજન્સી સંપર્ક માટે સંસ્થા દ્વારા ગાંધીનગર માટે 9824679338 અને કડી માટે 9898127671 નંબર જાહેર કરવામાં આવ્યા છે.