- બાળકોની શારીરિક અને માનસિક સ્થિતિ પર લોકડાઉનની કેવી પડી અસર
- શાળાઓ ખુલતા બાળકોના મન પ્રફુલ્લિત થયા
- શાળાઓ ખુલતા બાળકો શરૂઆતમાં ભણવામાં રસ ન લેતા હતા : શિક્ષક
- બાળકો ઘરમાં પુરાઈ રહેતા આળસુ અને નીરસ બન્યા હતા : વાલી
મહેસાણા: એક ઐતિહાસિક તબક્કો કહી શકાય એવા કોરોના મહામારીના સમયે જ્યારે લોકડાઉન થયુ, ત્યારે નાનાથી લઈ મોટા લોકો એક અલગ જ અનુભવ કરી ચુક્યા છે. લાંબા સમય સુધી સતત ઘરમાં પુરાઈ રહેતા દરેક માણસની માનસિક સ્થિતિ કથળી હતી. તો દૌનિક દિનચર્યામાં આવેલા એકાએક પરિવર્તનને પગલે દરેક લોકો બેઠાડું જીવન જીવતા બન્યા હતા. આ ઐતિહાસિક સમયમાં બાળકોની સ્થિતિ શું બની હશે તે કદાચ બાળકો, વાલીઓ અને તેમના શિક્ષકો જ જણાવી શકે માટે અમારી ટીમે લોકડાઉન બાદ શાળાએ જતા બાળકો અને તેમના વાલીઓ સહિત શિક્ષકો પાસેથી માહિતી મેળવતા કેટલીક ખાસ બાબતો સામે આવી છે.
લોકડાઉનમાં બાળકોની માનસિક સ્થિતિ પર માઠી અસર પડી
લોકડાઉનમાં શાળાઓ બંધ થઈ જતા શરૂઆતમાં બાળકોને રમવા કુદવા અને ઘરમાં રહી મોજમસ્તી કરવાની ખૂબ મજા આવી હતી. પરંતુ 3 કે 4 માસ જેટલું ઘરમાં રહ્યાં ત્યારે તેમને ટીવી મોબાઈલ અને ગેમની દુનિયામાં ખોવાઈ જઈ પોતાની માનસિક સ્થિતિ કમજોર કરી નાખી તો આ સમયમાં બાળકો બસ ઘરમાં જ પુરાયેલા રહેતા હતા. તેમની મિત્રો, શિક્ષકો સાથેનો વાર્તલાભ અને મેળાપણાનો અનુભવ ખોટવાયો એટલે બાળકોને પોતાની બાળઅવસ્થામાં જે મુક્ત વાતાવરણમાં રહી પોતાનું મન અને તન પ્રફુલ્લિત રાખવાનો સંજોગ બદલાઈ ગયો હતો. આમ બાળકો ઘરમાં જ પુરાઈ રહીને ખોરાક આરોગતા અને આરામ કરતા કોઈ પણ કાર્ય માટે આળસુ અને નીરસ બની ગયા હતા.
![મહેસાણા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msn-03-hyc-lockdown-balako-special-7205245-sd_05032021150622_0503f_1614936982_237.jpg)
બાળકો tv, મોબાઈલ અને ગેમની દુમિયામાં જતા રહેતા બેચેન બન્યા હતા
લોકડાઉન દરમિયાન બાળકોનું ઓફલાઇન શાળા શિક્ષણ કાર્ય બંધ રહેતા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું. પરંતુ ક્યાંક બાળકો માટે શિક્ષકની હાજરી વિના જ ભણવું એટલે પોતાની ઇચ્છએ ભણવું જેવી સ્થિતિ હતી. જેમાં કોઈ બાળકો ભણતા તો કોઈ મોજમસ્તી અને પોતાની એકલવાયી દુનિયામાં ખોવાયેલા રહેતા હતા. આમ બાળકો ઘરમાં પુરાઈ નીરસ બન્યા હતા. ત્યાં સરકારે શાળાઓ શરૂ કરતાં તાજેતરમાં સરકારી કે ખાનગી શાળાઓમાં ધોરણ 6થી 9ના વર્ગોમાં બાળકો આભાસ અર્થે આવી રહ્યાં છે. અહીં બાળકોનો એક અનુભવ એ જોવા મળ્યો છે કે ઓનલાઈન શિક્ષણ કરતા ઓફલાઇન શિક્ષણ તેમને વધુ પસંદ આવી રહ્યું છે.
![મહેસાણા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msn-03-hyc-lockdown-balako-special-7205245-sd_05032021150622_0503f_1614936982_418.jpg)
બાળકો ધીમે ધીમે અભ્યાસ તરફ આવી રહ્યાં છે : શિક્ષક
શાળાઓ શરૂ થતાં ઘરમાં પુરાયેલા બાળકોને ફરી એકવાર મુક્ત વાતાવરણમાં હરવા ફરવાનો અવસર મળ્યો ત્યારે વિદ્યાર્થીઓ એક પછી એક શાળાએ આવતા થયા બાળકો ખુશી ખુશી શાળાએ તો આવવા લાગ્યા પરંતુ તેમનું મન ભણવા મામલે મુરજાઈ ગયું હતું ત્યારે શાળામાં બાળકોની માનસિક સ્થિતિ જોઈ કુમળા ફૂલની જેમ તેમને ઉછેરી તેમનું મન સ્વસ્થય કરવા અને લોકડાઉનમાં જે બાળકોની ગાડી પાટા પર થી ઉતરી ગઈ હતી એમને ભણવા તરફની લાઇન પર પાછા લાવવા શાળાઓમાં જ્ઞાન સાથે ગમ્મતના પ્રયોગો કરવામાં આવ્યા જેથી બાળકોને શાળાએ આવવાની રુચિ વધવા લાગી અને તેમના માનસ પર થયેલી લોકડાઉનની અસર હળવી થવા લાગી હતી.
![મહેસાણા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msn-03-hyc-lockdown-balako-special-7205245-sd_05032021150622_0503f_1614936982_158.jpg)
બાળકોને મુક્ત વાતાવરણ મળે તો સારો વિકાસ થઈ શકે : તબીબ
બાળક એક છોડ જેવું છે જેને ઉછેરો તે રીતે ઉછરે ત્યારે જેમ મુક્ત વાતાવરણમાં કોઈ પણ જીવ સારી વૃદ્ધિ પામતો હોય છે તેમ બાળકોનો વિકાસ પણ મુક્ત વાતાવરણમાં ખૂબ સારો થતો હોય છે પરંતુ હાલના સંજોગોમાં બાળકો જે પ્રકારે લોકડાઉનના 9 માસ જેટલું ઘરમાં પુરાઈ રહેતા તેમની માનસિકતા પર માઢી અસર પડી છે તો ઘરમાં રહેતા બાળકો શારીરિક રીતે સુપોશીત બન્યા છે અને તેમનામાં થતી નાની મોટી બીમારીની ઘટના ઘટી છે ત્યારે લોકડાઉનની લઈ બાળકોની માનસિકતા પર પડેલી અસર સુધારવા વાલીઓએ તેમનું tv અને મોબાઈલ નું એક ટાઈમ ટેબલ નક્કી કરવું જોઈએ તેમને હળવો પૌષ્ટિક ખોરાક અને પૂરતી ઊંઘ આપવી જોઈએ સાથે જ તેમને ધ્યાન યોગા અને કસરત સાથે મનોરંજન અને શિક્ષણ આપી શકાય છે જેથી તેઓ પોતાની દિનચર્યા પહેલાની જેમ રાબેતા મુજબ રીતે કરી હકે અને મુક્ત મને તંદુરત બની બાળકો પોતાની જાતે જ પોતાનો સારો વિકાસ કરી શકે છે.
![મહેસાણા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msn-03-hyc-lockdown-balako-special-7205245-sd_05032021150622_0503f_1614936982_98.jpg)
આ પણ વાંચો : મહેસાણા જિલ્લામાં 10 કેન્દ્રો પર 16 જાન્યુઆરીએ 1 હજાર લોકોને કોરોનાની રસી અપાશે