મહેસાણાઃ જિલ્લામાં સૌ પ્રથમ કડી પોલીસ સ્ટેશને એ ટુ ઝેડ એન્જીનયરિંગ ટીમની મદદ લઈ લક્ષ્મી કેડ્સ નામની પેઢીનો સહયોગ મેળવી પોલીસ સ્ટેશનમાં આવતા તમામ સ્ટાફ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સેનેટાઇઝર ટનલ બનાવી છે.
દેશ દુનિયામાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે રાજ્યમાં સરકારી તંત્ર ખડે પગે રહ્યું છે. ત્યારે 21 દિવસના લોકડાઉનમાં પોલીસ સરાહનીય કામગીરી કરી નાગરિકોને સુરક્ષિત રાખવા રાત દિવસ એક કરી ફરજ બજાવી રહ્યા છે, ત્યારે સતત પેટ્રોલિંગ કરી લોકડાઉનનું પાલન કરાવવા રાષ્ટ્રહિતની ફરજ નિભાવતી પોલીસ પર પણ આ ખતરનાક વાઇરસનો ખતરો મંડાયેલો છે. ત્યારે કડી પોલીસ સ્ટેશન દ્વારા સેનેટાઇઝર ટનલ તૈયાર કરવામાં આવી છે.
જેથી પોલીસ સ્ટેશનથી પસાર થતા તમામ લોકો આ સેનેટાઇઝર ટનલમાંથી પસાર થાય અને વાઈરસથી તમામ લોકોનું સેનેટાઇઝેશન કરી શકાય છે. આમ નાગરિકો અને રાષ્ટ્રની સેવામાં ફરજ બજાવતી પોલીસની ચિંતામાં મહેસાણા જિલ્લામાં પ્રથમ કડી પોલીસ સ્ટેશન દ્વારા સેનેટાઇઝર ટનલ બનાવાઈ છે. જે સેનેટાઇઝર ટનલ અન્ય પોલીસ સ્ટેશનોમાં ઉદાહરણ રૂપ બની છે.