મહેસાણાઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો હાહાકાર મચેલો છે ત્યારે આ ગંભીર વાયરસની બીમારીમાં સપડાતા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના દેઉસણા ગામના એક 60 વર્ષીય વૃદ્ધે દમ તોડ્યો છે
મહત્વનું છે કે, વૃદ્ધ પોતાની બન્ને કિડની સ્વસ્થ ન હોવાને લઇ કિડનીની બામારીની પીડાતા હતા જેને ઓગળે ડાયાલીસીસ માટે તેમને અમદાવાદ ખાતે આવેલ સિવિલની કિડની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવતી હતી.
અમદાવાદ સારવાર માટે ગયેલા આ વૃદ્ધ કોરોના વાઇરસના સંક્રમિતના સંપર્કમાં આવતા તેમને કોરોના લક્ષણો જણાઈ આવ્યા હતા. જેના પગલે આરોગ્ય વિભાગે તેમનું બ્લડ સેમ્પલ લઈ રિપોર્ટ કરાવતા તેઓ કોરોનાગ્રસ્ત હોવાનું સામે આવ્યું હતું. જો કે, કિડની અને કોરોનાની બીમારીથી પીડાતા આ 60 વર્ષીય વૃદ્ધનું તહેતરમાં મૃત્યુ નીપજ્યું છે, ત્યારે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સહિત પોલીસે સમગ્ર દેઉસણા ગામને કન્ટેઇનમેન્ટ વિસ્તર જાહેર કરી તે વિસ્તારમાં સેનેટાઈઝર કરી મૃતકના પરિવાના 11 સભ્યો અને તેમના ડ્રાઇવર સહિતના નમૂના લઈ તોએ હાથ ધરી છે.
હાલમાં મહેસાણા જિલમાં કુલ 42 પોઝિટીવી કેશ નોંધાયેલા છે ત્યારે અત્યાર સુધી 7 લોકો સાજા થઈ પરત ફર્યા છે અને 1 મોત થયું છે જોકે હાલમાં પણ 34 જેટલા કેશ એક્ટિવ જોવા મળ્યા છે ત્યાં તંત્રએ સેમ્પલ લેવાની પ્રક્રિયા પણ ધીંમી કરી દેતા હાલમાં જાણેકે મહેસાણામાં કોઈ કેહ વધતા નજરે આવ્યા નથી પરંતુ જો તંત્ર સેમ્પલ લેવાની કાર્યવાહી કરશે તો ચોક્કસ થી મહેસાણા માં કોરોના વિર્સના સંક્રમણ ની સાચી સ્થિતિ સમયે આવી શકશે.