ETV Bharat / state

Tana RiRI Mahotsav 2021: 112 ભૂંગળ વાદકોએ સતત 5 મિનિટ વગાડવાનો વિક્રમ સર્જ્યો - ભવાઇ કલા

લોકવાદ્યના કલાકારો(Folk artists)ને ઉત્તેજન આપવાના ઉદ્દેશ સાથે, વિસરાતી જતી ભવાઇ કલા(Bhavai art)ના 112 તુરી-બારોટ અને નાયક સમાજના ભવાઇ કલાકારો, એક સાથે સળંગ 5 મિનિટ સુધી ભૂંગળ વગાડી(Playing the bhongal) તાના-રીરી સમાધિ સ્થળ ખાતે નવો વિશ્વ રેકોર્ડ (World record)સર્જયો હતો.

ana-Riri mahotsav 2021:વનડગર તાના-રીરી મહોત્સવમાં 112 ભૂંગોળ વાદકોએ 5 મિનિટ ભૂંગોળ વગાડવાનો વિક્રમ સર્જ્યો

author img

By

Published : Nov 13, 2021, 8:59 AM IST

Updated : Nov 13, 2021, 12:15 PM IST

  • 75 માં આઝાદીના અમૃત મહોત્સવ
  • તાના-રીરી સમાધિ સ્થળે અનોખો વિશ્વ રેકોર્ડ સર્જાયો
  • 112 ભૂંગળો કલાકારોએ 5 મિનિટ સમુહ વાદન કરી વિશ્વ રેકોર્ડ સર્જયો

મહેસાણાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન (Hometown of Prime Minister Narendra Modi)વડનગર ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તાના-રીરી મહોત્સવ(Tana-Riri Festival)માં ગુજરાતનાં પરંપરાગત લોકવાદ્ય ભૂંગળનો વિશ્વ રેકોર્ડ (World record)સર્જાયો હતો. તાના-રીરી સમાધિ સ્થળ ખાતે સળંગ 5 મિનિટ સુધી 112 ભૂંગળો વાદકોએ સમુહમાં વાદન કરી વિશ્વ રેકોર્ડ સર્જયો હતો.

ana-Riri mahotsav 2021:વનડગર તાના-રીરી મહોત્સવમાં 112 ભૂંગોળ વાદકોએ 5 મિનિટ ભૂંગોળ વગાડવાનો વિક્રમ સર્જ્યો

તાના-રીરી સમાધિ સ્થળ ખાતે આઠ વિવિધ વિશ્વ રેકોર્ડ સર્જાયા

લોકવાદ્યના કલાકારોને (The art of folk music)ઉત્તેજન આપવાના ઉદ્દેશ સાથે, વિસરાતી જતી ભવાઇ કલાના 112 તુરી-બારોટ અને નાયક સમાજના ભવાઇ કલાકારો, એક સાથે સળંગ 5 મિનિટ સુધી ભૂંગળ વગાડી તાના-રીરી સમાધિ સ્થળ ખાતે નવો વિશ્વ રેકોર્ડ સર્જયો હતો.

તાના-રીરી મહોત્સવ 2021માં ભૂંગળ વાદનનો નવમો વિશ્વ રેકોર્ડ સર્જાયો

પારંપારિક લોકવાદ્ય ભૂંગળ અસાઇત ઠાકરે 13મી સદીમાં ભવાઇ સાથે ભૂંગળ વગાડી મનોરંજન માટે પ્રચાર પ્રસાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે, તાના-રીરી સમાધિ સ્થળ ખાતે આઠ વિવિધ વિશ્વ રેકોર્ડ સર્જાયા છે. તાના-રીરી મહોત્સવ 2021માં ભૂંગળ વાદનનો નવમો વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો

તાના-રીરી ગાર્ડનમાં આ ભવ્ય અને શાનદાર કાર્યક્રમ

વડનગરના તાના-રીરી ગાર્ડનમાં આ ભવ્ય અને શાનદાર કાર્યક્રમ બળદેવભાઇ નાયક અને ગૌરવ પુરસ્કૃત મુગટરામના નેતૃત્વમાં યોજાયો હતો, જેના સાથે સહસંયોજક તરીકે ડાહ્યાભાઇ નાયક કામગીરી કરી હતી.

મહોત્સવમાં પરંપરાગત ભૂંગળ કલાકારો

આ તાના-રીરી મહોત્સવમાં પરંપરાગત ભૂંગળ કલાકારોએ સમૂહ લયમાં ભૂંગળથી શિવ શક્તિની સલામી, ગરજ સ્વરમાં રાગ આપી હતી. આ ઉપરાંત ભૂંગળથી ઊંચા સ્વરે તિહાઇ વગાડી હતી. એટલું જ નહિ, ચલતીના તબલામાં તાલ, હીંચનો તાલ અને પાધરુંના તાલમાં ભૂંગળ વગાડી વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.

પૌરાણિક લોકવાદ્ય સાથે આજે રચાયેલ વિશ્વ રેકોર્ડે

આ વિશ્વ રેકોર્ડ પ્રસંગે સામાજિક અગ્રણી સોમભાઈ મોદીએ જણાવ્યું હતું કે, પૌરાણિક લોકવાદ્ય સાથે આજે રચાયેલ વિશ્વ રેકોર્ડે નવી પરંપરા જીવીત રાખી છે. આજના વિશ્વ રેકોર્ડના તમામ ભૂંગળ વાદકોને અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે સંગીત નાટક અકાદમીના શ્રી પંકજ ભટ્ટ, વિશ્વ રેકોર્ડ ઇન્ડિયા અને જિનિયસ ફાઉન્ડેશના પ્રમુખ શ્રી પાવન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિંમતનગરના ગૌરવ પુરસ્કૃત શ્રી ભરત વ્યાસ કર્યું હતું.

આ પણ વાંચોઃ ગુજરાતના મુખ્યપ્રધાન પ્રથમવાર બનાસકાંઠાની મુલાકાતે: નિરામય ગુજરાત મહાભિયાનનો પ્રારંભ

આ પણ વાંચોઃ નાઈટ કલબ અને ઓનલાઈન ગેમનો શોખીન ખુશ એન્જીનીયર બનવા માંગતો હતો, પરંતુ હવે દીક્ષા લેશે

Last Updated : Nov 13, 2021, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.