મહેસાણાઃ આજના આ દિવસે વિશેષ અહેવાલમાં વાત કરીશું માનવતાને મહેકાવી પ્રેરણા સ્ત્રોત બનેલા મહેસાણાના ઉમતા ગામે આવેલા અપના ઘર આશ્રમની કે, જ્યાં માનવતાવાદી વિચારો સાથે સમાજમાં પરિવારથી વિખુટા પડેલા મંદબુદ્ધિ, લાચાર, નિરાશ્રિત અને બીમારીમાં સપડાયેલા માણસોને આશ્રમમાં લાવી પ્રભુજી નામે સેવા કરવામાં આવી રહી છે. ઉમતા ખાતે આવેલા આ અપના ઘર આશ્રમમાં જેનો કોઈ આશરો નથી હોતો અને પરિસ્થિતિના માર્યા જે લોકો દર દર ભટકતા હોય છે, તેમને તેમનું પોતાનું ઘર એટલે કે, અપના ઘરમાં લાવી હેર કટિંગ કરાવવું, સ્નાન કરાવવું, નવા કપડાં પહેરાવવા, સારું ભોજન જમાડવું અને આરોગ્યલક્ષી સારવાર સહિત મુક્ત વાતાવરણમાં જીવન વિતાવવાની સગવડ આપવામાં આવી રહી છે.
વિશ્વ માનવતા દિવસઃ મહેસાણાના 'અપના ઘર આશ્રમ'એ મહેકતી માનવતા.! - અપના ઘર આશ્રમની મહેકતી માનવતા
19મી ઓગસ્ટ એટલે માનવતાને મહેકાવતાનો દિવસ. આજના આ દિવસને વિશ્વ માનવતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત થઈ ત્યારથી જગતમાં માનવતાવાદી વિચારધારાનો વ્યાપ વધ્યો છે. આ સાથે જ જુદા-જુદા દેશોમાં માનવતાવાદી વલણને અધિકૃત રીતે માન્યતા મળવાનું પણ શરૂ થઈ ગયું છે.