મહેસાણાઃ વિસનગરથી પરપ્રાંતિઓ પોતાના વતન જવા નીકળ્યા હતા. ઉ.ગુ.ની પહેલી ટ્રાન્સપોટેશન સેવા વિસનગરથી આપવામાં આવી હતી. મધ્યપ્રદેશના ભીંડી જિલ્લાના 73 અને મોરેના જિલ્લાના 30 લોકોને વતન મોકલવામાં આવ્યા હતા. વિસનગરથી સોશ્યિલ ડિસ્ટન્સ માટે 3 બસો મૂકી મુસાફરોને રવાના કરાયા હતા. એક પેસેન્જર દીઠ 2200 જેટલું ભાડું વસુલવામાં આવ્યું. વિસનગર થી 103 પરપ્રાંતિઓને મધ્યપ્રદેશ મંજૂરી સાથે મોકલવામાં આવ્યા હતા. તમામ મુસાફરોને સ્થાનિક તંત્ર દ્વારા ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
મહેસાણા જિલ્લામાં લોકડાઉન વચ્ચે વિસનગરથી પરપ્રાંતિઓને તેમના વતન જવા મંજૂરી સાથે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મધ્યપ્રદેશના ભીંડી અને મોરેના જિલ્લાના કુલ 103 મુસાફરોને 3 ખાનગી બસ દ્વારા તેમના વતન જવા માટે રવાના કરવામાં આવ્યા છે.
છેલ્લા ઘણાં દિવસોથી કોરોના વાઈરસની મહામારી વચ્ચે સરકારે જાહેર કરેલા લોકડાઉનના પાલન માટે ગુજરાતમાં રોજગારી માટે આવેલા પરપ્રાંતિઓ મુશ્કેલીમાં મુકાયા હતાં. જો કે, સરકારે દરેક નાગરિક પોતાના વતન જઈ શકે માટે જરૂરી કાર્યવાહી બાદ મંજૂરી આપવામાં આવતા ઉત્તર ગુજરાતમાંથી મહેસાણા જિલ્લાના વિસનગરથી મધ્યપ્રદેશના 103 નાગરિકોને તેમના વતન ભીંડી અને મોરેના જિલમાં મોકલવામાં આવ્યા છે.
આ તમામ મુસાફરોને પહેલા આરોગ્ય વિભાગની ટિમ દ્વારા ટેમ્પરેચર ગનથી સ્વાસ્થ્ય ચકાસવામાં આવ્યું હતું. જે ખાનગી બસમાં તે મુસાફરી કરી રહ્યા છે તેને સેનિટાઇઝ કરી ફૂડ કીટ અને પીવાના પાણીની વ્યવસ્થા સાથે વતન મોકલકામાં આવ્યા છે.