મહેસાણા પશુપાલકોના હિતમાં સરકારની કાર્યવાહી માટે, દૂધસાગર ડેરીમાં કરોડોના કૌભાંડ (Scam in Dudhsagar Dairy) મામલે સામાજિક પશુપાલકોનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે સરકારની કાર્યવાહીને સમર્થન (Support for government action) અપાયું હતું. સરકાર કડક કાર્યવાહી કરી દોષિતોને સજા કરે તેવી માંગ પશુપાલકો અને દૂધ ઉત્પાદક હિત રક્ષક સમિતિ (Milk Producers Interest Protection Committee) દ્વારા કરાઇ હતી.
પશુપાલકોના પૈસા પરત આવે તેવી માંગ સરકારની યોગ્ય કાર્યવાહીથી કૌભાંડમાં ગયેલા પશુપાલકોના પૈસા પરત આવે તેવી માંગ (Cattle breeders Demand Government return money ) કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સમિતિ (Mehsana District Milk Producers Committee) દ્વારા એક સત્ય સમર્થન મહા સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પશુપાલકો સહિત ચૌધરી સમાજના મોટાભાગના લોકો જોડાયા હતા. આ સંમેલનમાં દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન (Former Chairman of Dudhsagar Dairy) વિપુલ ચૌધરી દ્વારા સરકારની કાર્યવાહીને સમર્થન આપવામાં આવ્યું હતું.
સરકારની કાર્યવાહીને આપ્યું સમર્થન આ સંમેલનમાં ઉપસ્થિત લોકોએ સરકારની કાર્યવાહીને યોગ્ય ગણાવી હતી. પશુપાલકોના હકના પૈસા પરત અપાવવા સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી. દૂધ ઉત્પાદક સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં ઉપસ્થિત પશુપાલકો અને સમાજના લોકોએ સંમેલન સ્થળેથી રેલી યોજી કલેક્ટર કચેરી (Cattle breeders rally to collector office) પહોંચ્યા હતા. પશુપાલકો અને સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર (Cattle breeders submitted application to collector) પાઠવી સરકારની કાર્યવાહીને સમર્થન આપી પોતાની માગણીઓ રજૂ કરી હતી. જેમાં દૂધ સાગર ડેરીમાં થયેલા કૌભાંડમાં સચોટ તપાસ અને કડક કાર્યવાહી સાથે પશુપાલકોના હકના પૈસા પરત લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.