મહેસાણાના ટીબી રોડ અને રાધનપુર ચાર રસ્તા પર આવેલ 3 ATM મશીનને તસ્કરોએ નિશાન બનાવ્યાં હતાં. પ્રથમ ટીબી રોડ પર આવેલા BOIના ATMને તોડવાનો પ્રયાસ કર્યો હતો, જો કે, રાત્રીના સમયે કરેલો તેમનો આ પ્રયાસ નિષ્ફળ રહેતા ઇકો ગાડીમાં આવેલા તસ્કર ટોળકી રાધનપુર રોડ તરફ જઈ ત્યાં, SBIના ATM મશીનને નિશાન બનાવી ગેસ કટર વડે એક સાથે બે ATM મશીનના કેશબોક્સને તોડી અંદર રહેલા 39 લાખની રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા.
મહેસાણામાં એક સાથે ત્રણ ATM મશીન તસ્કરોના નિશાને આવ્યાં હતાં, ત્યારે મહત્વનું છે કે, રાત્રીના સમયે પોલીસ પેટ્રોલિંગ કરતા હોવા છતા કયાંક ઉણપ રહી જતી હોવાથી, તસ્કરો બિન્દાસ્ત રીતે ATM મશીનને ગેસ કટરથી કાપી લાખ્ખો રકમની ચોરી કરી ફરાર થઈ રહ્યાં ગયા હતાં.