ETV Bharat / state

મહેસાણામાં અયોધ્યા રામમંદિર માટે સંત સંમેલન યોજાયું - Rammandir

અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે વિવિધ સંસ્થાઓના યોગદાનની સરવાણી વહી રહી છે. આસ્થાના કેન્દ્રના યુગપ્રવર્તક નિર્માણકાર્યમાં અનેક લોકોની યથાશક્તિ યોગદાન આપવાની ભાવના છે. જેને લઇને વિવિધ જિલ્લાઓની ધાર્મિક સંસ્થાઓ દ્વારા ફંડ એકઠું કરવામાં આવી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં પણ રામમંદિર નિર્માણનિધિના આયોજન સાથે સંત સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

મહેસાણામાં અયોધ્યા રામમંદિર માટે સંત સંમેલન યોજાયું

author img

By

Published : Jan 4, 2021, 1:23 PM IST

  • મહેસાણામાં અયોધ્યા રામમંદિર માટે સંત સંમેલન યોજાયું
  • ધાર્મિક લાગણીઓ જળવાય માટે નિર્માણનિધિનું આયોજન કરાયું
  • વિશેષ કે સામન્ય વ્યક્તિ પણ રામમંદિરમાં યથાશક્તિ નિધિ અર્પણ કરી શકશે

મહેસાણાઃ મહેસાણાના મોઢેરા રોડ ખાતે આવેલા કચ્છ કડવા પાટીદાર ભવન અયોધ્યામાં નિર્માણ પામનાર રામમંદિર નિર્માણ નિધિ અર્થે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં ગોભક્ત ભાગવત આચાર્ય ચૈતન્ય શંભુમહારાજ, તપોધન આશ્રમ મોઢેરાના મહામંડલેશ્વર અવધ કિશોરદાસ બાપુ , ગોપાલ દાસજી મહારાજ પાંચોટ, મહંતશ્રી સીતારામજી મહારાજ લાડોલ, ભક્તિરામ બાપુ બુડાસણ, મહેન્દ્રરામ બાપુ, કાલિદાસજી, જંગલી બાપુ જેવા ઉત્તર ગુજરાતના નામી સંતો અને મહંતો તેમજ ઉ.ગુ.ક્ષેત્ર અધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી, ઉ.ગુ.પ્રાંત અધ્યક્ષ રાજુભાઇ ઠાકર અને દિનેશભાઇ પટેલ તથા મહેસાણા જિલ્લા સંપર્ક અભિયાન પ્રમુખ સહિતના પદાધિકારીઓ હાજર રહ્યાં હતાં.

રામમંદિરના નિર્માણમાં દરેક વ્યક્તિ પોતાનું યોગદાન કરી શકેે તેવી વ્યવસ્થા માટે આયોજન કરાયું

અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામમંદિર માટે આખા દેશમાં સમર્પણનિધિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં લોકો દિવ્ય મંદિરના નિર્માણ અર્થે યથા શક્તિ આર્થિક યોગદાન આપે તેની જનજાગૃતિ અર્થે સંત સંમેલન યોજાયું હતું. જેમાં ઉપસ્થિત સંતોએ જણાવ્યું કે વર્ષોના સંઘર્ષ બાદ હિન્દુ સમાજ માટે રામમંદિરના નિર્માણનો માર્ગ મોકળો થયો છે. રામમંદિરનું આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે દેશભરમાં લોકોએ આસ્થા સાથે યોગદાન આપ્યું હતું. દેશમાં હિંદુઓ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાનનું દિવ્ય મંદિર નિર્માણ પામે તે માટે સંઘર્ષના પણ સહભાગી બન્યાં હતાં. કારસેવાથી લઈ ન્યાયિક લડાઈ પણ લડવામાં આવી હતી ત્યારે હવે રામમંદિરના નિર્માણનું કાર્ય શરૂ થયું છે તો દરેક હિન્દૂ રામમંદિર નિર્માણમાં ભાગ લે તેવી તેમને અપેક્ષા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.