મહેસાણા: પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત રોટરી ક્લબ વિસનગર દ્વારા વૃક્ષોદય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વીસનગર તાલુકાના દરેક ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં 4000થી પણ વધુ વૃક્ષોનું વાવેતર અને વિતરણ કરવામાં આવ્યુ હતું.

આ પ્રોજેક્ટના ચેરમેન રાજેશભાઈ પટેલ, પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ અને મિત્રો દ્વારા રૂટ પ્લાન બનાવી અને અલગ અલગ રૂટની જુદી જુદી ટીમો બનાવીને માત્ર એક જ દિવસમાં આખા તાલુકાની બધી જ સરકારી પ્રાથમિક શાળાઓમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

