ETV Bharat / state

વડનગરમાં પૂર્વ કોર્પોરેટરના ઘરમાં તસ્કરોનો હાથફેરો, દાગીના સહિત રૂપિયા 1.25 લાખની ચોરી

વડનગરના અમરથોળ વિસ્તારમાં રહેતા અને નગરપાલિકાના પૂર્વ નગરસેવક વિષ્ણુજી ઠાકોરના ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરો મકાનનું તાળું તોડી પેટીમાંથી રૂપિયા 5 હજાર રોકડ અને દાગીના સહિત રૂપિયા 1.25 લાખની મત્તા ચોરી ગયા હતા. જે અંગે પરિવારે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ ચોરીની વિગતો લઇ આગળની તપાસ હાથ ધરી છે.

ઘરમાં ચોરી
ઘરમાં ચોરી
author img

By

Published : Feb 2, 2021, 2:09 PM IST

  • વડનગરમાં પૂર્વ નગરસેવકના મકાનમાં તસ્કરો ત્રાટકયા
  • દાગીના સહિત રૂપિયા 1.25 લાખની ચોરી
  • વડનગરના અમરથોળ વિસ્તારની ઘટના

    મહેસાણા : જિલ્લાના વડનગરના અમરથોળ વિસ્તારમાં રહેતા અને નગરપાલિકાના પૂર્વ નગરસેવક વિષ્ણુજી ઠાકોર પરિવાર સાથે સવારે ગામમાં જ મરણ પ્રસંગમાં ગયા હતા. ત્યારે તસ્કરો મકાનનું તાળું તોડી પેટીમાંથી રૂપિયા 5 હજાર રોકડ અને દાગીના સહિત રૂપિયા 1.25 લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જે અંગે પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે અરજી લઈ તપાસ હાથ ધરી હતી.

    પરિવાર ગામમાં મરણ પ્રસંગમાં ગયો હતો

વડનગર નગર સેવા સદનના પૂર્વ નગસેવક વિષ્ણુજી ઠાકોર ગામમાં સંબંધીનું મોત થતા પરિવાર સાથે મરણ પ્રસંગમાં ગયા હતા. ત્યારે તેમના બંધ મકાનના દરવાજાનું તાળું તોડી અંદર ઘૂસેલા તસ્કરો પેટીનો નકૂચો તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા 5 હજાર મળી કુલ રૂપિયા 1.25 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે વિષ્ણુજી ઠાકોર પરત ઘરે ફર્યા ત્યારે મકાનનું તાળું તૂટેલું જોતાં ઘરમાં તપાસ કરતા ચોરી થયાની તેમને જાણ થઇ હતી. જે અંગે તેમણે પોલીસને જાણ કરી હતી. જોકે, પોલીસે માત્ર અરજી લઈ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.