ETV Bharat / state

Ahmedavad news: મહેસાણામાં દલિત યુવતી સાથે દુષ્કર્મ અને હત્યા, પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી, સિવિલ હોસ્પિટલ ખાતે હોબાળો - family refused to accept dead body

અમદાવાદ સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ વિભાગ પાસે દલિત સમાજના યુવાનો અને નેતાઓ પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. દલિત પરિવાર યુવતીનો મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે 25 વર્ષીય યુવતીનો શંકાસ્પદ હાલાતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

rape-and-murder-of-dalit-girl-in-mehsana-family-refused-to-accept-dead-body-at-ahmedabad-civil-hospital

author img

By

Published : Apr 28, 2023, 9:57 PM IST

સિવિલ હોસ્પિટલ ખાતે હોબાળો

અમદાવાદ: મહેસાણાના વિસનગરમાં એક 25 વર્ષીય દલિત યુવતીનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો. મળેલી માહિતી અનુસાર મહેસાણાના વિસનગર પાસે આવેલ મર્ચન્ટ કોલેજ પાસેના એરંડાના ખેતરમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવતીના પરિવારજનોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. મહેસાણાના પરિવારે આ મામલે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.

25 મી તારીખથી ગુમ હતી યુવતી: મહેસાણાના વાલમ ખાતે રહેતી એક 25 વર્ષીય દલિત યુવતી તોરણવાળી માતાના મંદિર પાસે આવેલા ઓશિયા મોલમાં છેલ્લા 2 વર્ષથી નોકરી કરતી હતી. 25મી એપ્રિલે સાંજે નોકરીથી છૂટી ને ઘરે પરત ફરી રહી હતી ત્યારે પોતાના મમ્મી સાથે ફોન ઉપર રોજિંદી વાત કરતી હતી. અચાનક મોબાઈલ ફોન હોલ્ડ અને ત્યારબાદ સ્વીચ ઓફ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. રાત્રે 10 વાગ્યા સુધી પણ ઘરે યુવતીના પહોંચતા પરિવાર વિસનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને યુવતી સાથે કોઈ અઘટિત ઘટના ના થાય તે બાબતે જાણકારી આપી હતી.

પોલીસે માત્ર આશ્વાસન આપ્યું: પોલીસ ફરિયાદ બાદ પોલીસે યુવતીને શોધવાનું આશ્વાસન આપતા પરિવારને થોડી રાહત થઈ પણ પોતાની જુવાનજોધ દીકરી માટે પરિવાર પણ મહેસાણાના વિવિધ વિસ્તારમાં યુવતીની શોધખોળ હાથધરી હતી. યુવતી જે ઓશિયા મોલમાં નોકરી કરતી હતી તે સ્થળે મોલમાં પણ પરિવાર અડધી રાત્રે યુવતીની શોધખોળ માટે ગયા ત્યારે મોલના મેનેજરે પણ આશ્વાસન આપ્યું કે સવારે 10 વાગે નોકરી કરવા તો યુવતી આવશે ત્યારે પરિવારને જાણકારી આપીશું.

યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો: સતત બે દિવસની શોધખોળ બાદ અચાનક વાસણા મર્ચન્ટ કોલેજ પાસે એરંડાના ખેતરના ખેડૂતે પોલીસને જાણકારી આપી કે કોઈ અજાણી યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ખેડૂતના ફોન બાદ તુરંત પોલીસ ઘટના સ્થળે ખેતરમાં પહોંચી અને 25મી ગુમ થયેલ યુવતીના પરિવારને જાણકારી આપી અને મૃતદેહના ઓળખ માટે બોલાવ્યા ત્યારે યુવતીના પરિવારજનોને ફાડ પડી હતી.

પરિવારજનોનું નિવેદન: યુવતીના પરિવારજનોનું માનીએ તો મર્ચન્ટ કોલેજ પાસેના એરંડાના ખેતરમાં યુવતીનો નગ્ન અને શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. યુવતીના શરીર ઉપર બચકા ભરવામાં આવ્યા હોય તેવા નિશાન હતા અને યુવતીનું મોઢું પથ્થર મારીને છૂંદી નાખવામાં આવ્યું હતું. જેથી યુવતીની ઓળખ ના થાય પરંતુ ખેતરથી અડધો કિલોમીટર દૂર બેગ મળી જેમાં યુવતીનું આઈકાર્ડ અને આધારકાર્ડ મળી આવતા પરિવારે યુવતીની ઓળખ કરી હતી.

આ પણ વાંચો Surat Crime : ક્રોધમાં આવી માતાએ માનસિક દિવ્યાંગ દીકરીની હત્યા કરી, 5 વર્ષની બાળકી આમ થઇ મરણશરણ

પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી: યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યા બાદ પોલીસ દ્વારા યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો છે. બીજી તરફ યુવતીની શંકાસ્પદ હાલતમાં મળતા પરિવારજનો ફરિયાદ કરી રહ્યા છે કે યુવતી સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે. પોલીસ દ્વારા ચોક્કસ તપાસની ખાતરી આપવામાં આવે અને તાત્કાલિક અસરથી આરોપીઓને શોધવામાં આવે નહિ તો મૃતદેહ સ્વીકારવામાં આવશે નહિ.

આ પણ વાંચો Tapi Crime : ગાંગપુરમાં ઉકરડામાંથી યુવતીની હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.