ETV Bharat / state

RAIN NEWS: મહેસાણામાં વરસાદનું આગમન, ભારે ઉકળાટ બાદ વરસાદને લઈ ઠંડક પ્રસરી - મહેસાણામાં વરસાદ

મહેસાણામાં જિલ્લામાં આજે વરસાદી માહોલ છવાયો હતો. અનેક જગ્યાએ વરસાદ(Rain) વરસતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે જ્યારે ખેડૂતોએ સારી વાવણીની આશા બાંધી છે.

મહેસાણામાં વરસાદનું આગમન
મહેસાણામાં વરસાદનું આગમન
author img

By

Published : Jun 18, 2021, 10:59 PM IST

  • મહેસાણા જિલ્લામાં વરસાદનું આગમન
  • જિલ્લા પંથકમાં છૂટો છવાયો વરસાદ
  • વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન

મહેસાણા: જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળો ઘેરાતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે બપોર બાદ મહેસાણામાં મેઘમહેર(RAIN IN MEHSANA) થતાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું. એક એક વરસાદ વરસતા રસ્તા પર જતાં લોકો મુસીબતમાં મુકાયા હતા વરસાદથી બચવા લોકોએ વૃક્ષ નીચે કે કોઈ ગામના બસ સ્ટોપના છાપરમાં જઈ વરસાદમાં પલળવાથી રક્ષણ મેળવ્યું હતું. ઘનઘોર કાળા વાદળોને લઈ ભરબપોરે અંધાર પટ સર્જાયો હતો તો અને ક્યાંક મધ્યમ તો ક્યાંક તીવ્ર ગતિએ વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં સામાન્ય પાણી ભરાવાના અહેવાલ પણ સામે આવ્યા છે. જો કે વરસાદને લઈ કોઈ માલ મત્તા કે જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી ત્યાં બીજી તરફ જિલ્લા પંથકમાં વરસાદનું આગમન થતા ચોમાસુ ખેતીની તૈયારી કરી ખેતરમાં ખેડ કરી બેઠેલા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે ત્યારે વર્ષાઋતુમાં જ સારા વરસાદથી જમીનમાં ભેજ બંધાતા આગામી ચોમાસામાં સારું વાવેતર થવાની આશા ખેડૂતોમાં બંધાઈ રહી છે.

આ પણ વાંચો: Patan Rain Update: પાટણમાં ચોમાસાના પ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

rain news : સુરત જિલ્લાના કુદસદમાં ઠેર ઠેર પાણી ભરાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.