મહેસાણા: મહેસાણા જિલ્લામાં ગુરુવારે દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ બપોરે 2થી 5 દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને પગલે મહેસાણા શહેર સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
સતત 3 કલાક વરસેલા 6.73 ઇંચ જેટલા વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ વાવણી કરેલા પાકને જીવનદાન મળવાની આશા બંધાઈ હતી. ઊંઝામાં 2 ઇંચ, ખેરાલુમાં 20 mm, જોટાણામાં 11 mm, બેચરાજીમાં 2 mm, મહેસાણામાં 1.45 ઈંચ, વડનગરમાં 15 mm, વિજાપુરમાં 9 mm, વિસનગરમાં 1 ઈંચ, સતલાસણામાં 3 mm મળી સમગ્ર મહેસાણા જિલ્લામાં કુલ 6.73 ઈંચ વરસાદ નોંધાયો છે.