વડનગર એવી ઐતિહાસિક ધરા પર વધુ એક ઇતિહાસ સ્થપાયો છે. જેમાં વડનગરની ધરતી પર જન્મ લેનારા નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન તરીકે બીજી વાર શપથ લઈ ચુક્યા છે. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે બહુમત સાથે જનતાનો વિશ્વાસ જીતીને પોતાની સરકારની નવી સરકાર બનાવી છે. ત્યારે દિલ્લી ખાતે યોજાયેલી પ્રધાન મંડળની શપથ વિધિનું વડનગરના શર્મિષ્ઠા તળાવના ઓપન એર થિયેટર ખાતે લાઈવ પ્રસારણ દર્શાવવામાં આવ્યું હતું.
આ લાઈવ પ્રસારણને જોઈને નગરજનોમાં ભારે ખુશીનો માહોલ છવાયો હતો. નરેન્દ્ર મોદી શપથ લેતાની સાથે જ સમગ્ર નગર જનોએ ફટાકડા ફોડી આતશબાજી કરી હતી. આ સાથે જ આનંદનો ગરબો કરીને દેવી શક્તિની આરાધના સાથે ઉપસ્થિત લોકોને મીઠાઈઓ વેંચીને મોં મીઠું કરાવી વતનના ગૌરવની ઉજવણી કરી હતી. વડનગરના લોકોએ ઘરે-ઘરે, શેરીએ-શેરીએ દીવડાઓ પ્રગટાવીને મોદીના શપથવિધિના દિવસ ઈદ અને દિવાળી કરતા પણ અધિક રીતે ઉજવણી કરી રાસ ગરબો ઝૂમી ઉઠ્યા હતા.