મહેસાણાના સાંથલ પોલીસને 1 વર્ષ અગાઉ ઓઇલ ચોરીની ઘટનામાં ફરાર થયેલો આરોપી જીતેન્દ્રસિંહ ઝાલા મગુના ગામે આવ્યો હોવાની બાતમી મળતાં PSI પોતાની ટીમ સાથે મગુના ગામે પહોંચી આરોપીને દબોચી ધરપકડ કરી હતી. આ ઓઇલ ચોર દ્વારા પોલીસ પર પણ હુમલો કરવા સહિતના ગુના નોંધાયા હોય પોલોસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.
![મહેસાણા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20190427-wa00281556449873002-49_2804email_1556449884_538.jpg)