મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા જિલ્લા પોલીસ વડા દ્વારા આદેશો કરવામાં આવતા જિલ્લા પોલીસ બેડાએ અસામાજિક તત્વો સામે લાલા આંખ કરી દારૂની હેરાફેરી વેપાર અને નશાનો કારોબાર , મારામારી, હત્યાની કોશિશ, ઘાતકી હુમલા સહિત અસામાજિક અને ગુનાહિત પ્રવૃતિઓ કરતા શખ્સોને પકડી પાડી કાર્યવાહી (Proceedings under Gujsitok in Mehsana) કરવાની કાર્યવાહી ( Crime in Mehsana) કરી હતી.
ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો
31 ડિસેમ્બર 2021ના રોજ મહેસાણા શહેરના ટીબી રોડ વિસ્તારમાં ધીંગાણું મચાવી લોકોમાં ભય ફેલાય તે રીતે ઘાતકી હથિયારો સાથે જીવલેણ હુમલો અને મારામારી કરનાર ગુનાહિત ઇતિહાસ ધરાવતા દિનેશ હવેલી ગેંગના શખ્સો સામે ફરિયાદ ( Crime in Mehsana)નોંધી હતી.
આ પણ વાંચોઃ કેબિનેટ પ્રધાન જગદીશ વિશ્વકર્મા મહેસાણાના થોળ અભ્યારણની મુલાકાતે
કોર્ટે ગુજસીટોક કલમ ઉમેરી
વધુ કાર્યવાહીમાં પોલીસે કોર્ટમાં તેમના વિરુદ્ધ અસામાજિક પ્રવૃત્તિઓના પુરાવા રજૂ કરતા કોર્ટે દિનેશ હવેલી સહિત છ આરોપીઓ સામે ગુજસીટોક (Proceedings under Gujsitok in Mehsana) અંતર્ગત કલમો દાખલ( Crime in Mehsana) કરી પોલીસને આદેશ કરતા પોલીસે આ ગેંગવોરના પાંચ આરોપીઓને ઝડપી લઈ ગુજસીટોક અંતર્ગત ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ કાર્યવાહી દરમિયાન મુખ્ય સૂત્રધાર દિનેશ હવેલી ફરાર રહેવામાં સફળ રહ્યો છે.
આ પણ વાંચોઃ Crime Case in Deesa : ડીસામાં ભરબજારે યુવકે કર્યું ફાઈરીંગ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો
આરોપીઓના નામ
1. દિલીપ ઉર્ફે લાલો ઠાકોર
2. વિજય ઉર્ફે બાદલ ઠાકોર
3. સંદીપ ઉર્ફે કલર ઠાકોર
4. જય ઉર્ફે પિન્ટુ ઠાકોર
5. દિનેશ ઉર્ફે હવેલી ઠાકોર અને
6. મનીષ ઉર્ફે ભુરિયો પરમાર