ETV Bharat / state

મહેસાણા નગરપાલિકાના વૉર્ડ નંબર 2માં સમસ્યા અને તેનો ઉકેલ - Problem Your Solution Your

મહેસાણા શહેર સામન્ય રીતે વિકાસની હરણફાળ દોડ લગાવી રહ્યું છે. જોકે, આજ વિકાસની દોડ વચ્ચે કેટલીક સમસ્યાઓ નજર અંદાજ થતા સ્થાનિકો પરેશાની ભોગવી રહ્યા છે. મહેસાણા નગર સેવા સદન વિસ્તારમાં આવેલા વૉર્ડ નંબર 2 મા 20-20 વર્ષથી સ્થાનિકો ગટર, રોડ-રસ્તા, લાઈટ અને પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતોને લઈ પરેશાની ભોગવી રહ્યા છે.

મહેસાણા નગરપાલિકાના વૉર્ડ નંબર 2માં સમસ્યા અને તેનો ઉકેલ

author img

By

Published : Feb 15, 2021, 9:44 PM IST

  • વૉર્ડ નંબર 2 મા અનેક સમસ્યાઓ
  • ગટર, રોડ-રસ્તા, લાઈટ અને પાણી જેવી અનેક પ્રાથમિક સમસ્યાઓ
  • યોગ્ય ઉકેલ સાથે સમસ્યાનું નિવારણ ઈચ્છી રહ્યાં છે સ્થાનિકો

મહેસાણાઃ શહેર સામન્ય રીતે વિકાસની હરણફાળ દોડ લગાવી રહ્યું છે. જોકે, આજ વિકાસની દોડ વચ્ચે કેટલીક સમસ્યાઓ નજર અંદાજ થતા સ્થાનિકો પરેશાની ભોગવી રહ્યા છે. મહેસાણા નગર સેવા સદન વિસ્તારમાં આવેલા વૉર્ડ નંબર 2 મા 20-20 વર્ષથી સ્થાનિકો ગટર, રોડ-રસ્તા, લાઈટ અને પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતોને લઈ પરેશાની ભોગવી રહ્યા છે.

મહેસાણા નગરપાલિકાના વૉર્ડ નંબર 2માં સમસ્યા અને તેનો ઉકેલ
મહેસાણા નગરપાલિકાના વૉર્ડ નંબર 2માં સમસ્યા અને તેનો ઉકેલ

વરસાદ આવે ત્યારે મુશ્કેલી અપાર..!

સામન્ય રીતે મહેસાણાના આ વિસ્તારમાં સરકારી ગ્રાંટ અને આયોજન પર વિકાસના ઘણા કામો કરવામાં આવ્યાં છે, પરંતુ સ્થાનિકોને આક્ષેપો પ્રમાણે અહીં વિકાસના નામે ભ્રષ્ટાચાર આચરી કોઈ કામ યોગ્ય રીતે કરાયું નથી. જેમાં વરસાદી પાણીની સમસ્યા માટે સ્થાનિકોને આશ્વાસનો અને દેખાવી કામગીરી જ જોવા મળી છે. પરંતુ ચોમાસુ આવતા જ વરસાદી પાણીના નિકાલની વાતો અને કામ નકામા સાબિત થયા છે.
એ કેટેગરીમાં આવતા આ વિસ્તારમાં નથી થયો વિકાસ

એક તરફ એ કેટેગરીમાં આવતા આ વિસ્તારના લોકો પર વધુ ટેક્ષ વસુલવામાં આવે છે, ત્યાં બીજી તરફ આ વિસ્તારનો વિકાસ એ કેટેગરી મુજબ ન થયો હોઈ અહીંથી પસાર થતા રોડ રસ્તાઓ વારંવાર તૂટી રહ્યા છે. તો લાઈટના પોલ લગાવ્યા બાદ પણ લાંબા સમયથી અહીં લાઈટો નાંખવામાં આવી નથી. સાથે પીવાના પાણીનો અપૂરતો જથ્થો મળતો હોઈ અહીંના લોકો પાણીનો કકળાટ 12 માસ ભોગવી રહ્યાં છે.
સ્થાનિકોએ જણાવ્યો સમસ્યાનો ઉકેલ

આ વિસ્તારની સમસ્યા પર સ્થાનિકોના મત મુજબ વરસાદી અને ગટરના પાણીના નિકાલ માટે 3 મોટી પાઈપ લાઈનો નાંખવી જોઈએ અને લાઈટના પોલ પર વહેલી તકે લાઈટો ફિટ કરાવી ચાલુ કરાવવી જોઈએ. આ ઉપરાંત રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર વિના યોગ્ય કામ કરાવવું અને કરવું જઈએ તો નીચાણ વાળા વિસ્તારોને ધ્યાનમાં રાખી યોગ્ય રીતે આયોજન બદ્ધ વિકાસના કામો કરવા જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.