ETV Bharat / state

મોદી મહેસાણા ખાતે કરશે રૂપિયા 2890 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ - Patan to Gojariya

વડાપ્રધાન મોદી(Prime Minister Modi) તારીૉખ 07 ઓક્ટોબર 2022 અને તારીખ 9 ઓક્ટોબરના ફરી ગુજરાત (Modi will visit Gujarat) આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી મહેસાણા ખાતે રૂપિયા 2890 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

મોદી મહેસાણા ખાતે કરશે રૂ.2890 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ

author img

By

Published : Oct 7, 2022, 8:07 PM IST

ગાંધીનગર 07 ઓક્ટોબર 2022 અને તારીખ 9 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન(Prime Minister Modi) મહેસાણા ખાતે રૂપિયા 2890 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિવિધ વિકાસલક્ષી કાર્યોની જનતાને ભેટ આપી રહી છે. તો બીજી બાજુ રાજ્યના મહેસાણા જિલ્લામાં પણ વિવિધ વિકાસકાર્યોનું (development at Mehsana) લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઇ રહ્યું છે.

વિકાસકાર્યોમાં કરોડના ખર્ચે આ વિકાસકાર્યોમાં રૂપિયા 511 કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝનનું લોકાર્પણ કરાશે જે અમદાવાદ-મહેસાણા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનો એક ભાગ ગણાઇ છે. રૂપિયા 336 કરોડના ખર્ચે ONGC-નંદાસણ સરફેસ ફેસિલિટીનું લોકાર્પણ કરાશે.

વિકાસકાર્યોનું લોકાર્પણ એમ.એસ. પાઇપલાઇન પ્રોજેક્ટ અને મોઢેરા સોલાર વિલેજ, ધરોઇ ડેમ(Dharoi Dam) આધારિત વડનગર, ખેરાલુ અને ધરોઇ ગ્રુપ રિફોર્મ સ્કીમ, બેચરાજી-મોઢેરા-ચાણસ્મા રોડ, ઉંઝા-દસાજ-ઉપેરા-લાડોલ રોડ એક્સપાન્શનની કામગીરી, મહેસાણા ખાતે રિજિયોનલ ટ્રેનિંગ સેન્ટર અને મોઢેરા સૂર્યમંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો સમાવેશ થાય છે. કુલ મળીને રૂપિયા 1145.64 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

વિકાસકાર્યોની ભેટ પાટણથી ગોઝારિયા સુધીના રસ્તાનું 4 લેન અપગ્રેડેશન અને પીએસ હાઇવેની કામગીરીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આ ઉપરાંત, રૂપિયા 340 કરોડના ખર્ચે મિલ્ક પાવડર પ્લાન્ટ, રૂપિયા 110 કરોડના ખર્ચે ટેટ્રા પેક પ્લાન્ટ અને રૂપિયા 106 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. વિસનગર-ઉમટા-સુંઢિયા-ખેરાલુ રોડ પર બ્રિજીસના બાંધકામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. બધું મળીને કુલ રૂ.1747.38 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ, મહેસાણાને રૂપિયા 2893.02 કરોડના વિકાસકાર્યોની ભેટ મળવા જઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.