ETV Bharat / state

મહેસાણામાં ઠગબાજ કંપનીનો પોલીસે કર્યો પર્દાફાશ - ફ્રોડ

મહેસાણા: લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ન મરે કહેવત તો તમે સાંભળી જ હશે, પરંતુ મહેસાણા જિલ્લા પોલીસે કરોડોનું ફુલેકુ ફેવવવા જતી એક ફ્રોડ કંપની તેના બદઈરાદા પાર પાડે તે પહેલાં જ તેનો પર્દાફાશ કર્યો છે. કેવી રીતે પોતાની જાળમાં ફસાવતી હતી મહેસાણાની પબ્લિક ઓટો ક્લબ કંપની? અને કેવી લાલચ આપતી હતી? તેનો આ અહેવાલય

mehsana
author img

By

Published : Sep 21, 2019, 10:09 AM IST

લોભ અને લાલચની વાત આવે ત્યારે ભલભલાની મતી મરી જતી હોય છે. આવું જ બન્યું છે મહેસાણા જિલ્લાની જનતા સાથે જેમાં એક પબ્લિક ઓટો ક્લબ નામની ખાનગી ફ્રોડ પેઢી ઉભી કરી ભાઈલાલ પટેલ અને હાર્દિક પટેલ નામના બે ઠગબાજોએ ભોળી જનતાને ભ્રમિત કરવા અનેક સ્કીમ ચાલુ કરી હતી. જેમાં એકવાર 3150 રૂપિયા ભરી સભાસદ બની રોજ 50 , એક મહિને 1000 અને 12 મહિને 12000 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ કે ગેસ ભરાવી આપવાની લાલચ આપી 4200 જેટલા સભાસદોના કુલ 1.5 કરોડ જેટલા રૂપિયા પડાવી લીધા છે.

આ ભેજાબાજો દ્વારા 6359388018 મોબાઈલ નંબર સાથે લોભામણી સ્કીમોની જાહેરાત કરતા કાગળો વેચી લોકોને લલચાવતા હતા. મહેસાણાના બેચરાજી, વિસનગર સહિતના શહેરોમાં પોતાની બ્રાન્ચ ખોલી નેટવર્ક સિસ્ટમ મુજબ ગ્રાહકોને એજન્ટો બનાવાતા હતા. જે ગ્રાહક નવા ગ્રાહકોને ખેંચી લાવે તો વ્યક્તિ દીઠ 60 થી 200 રૂપિયાનું કમિશન આપવામાં આવતું હતું. આમ એક મલ્ટી માર્કેટિંગના ગોરખધંધામાં જિલ્લાના 4200 લોકોને અત્યાર સુધી ફસાવવામાં આવ્યા છે.

મહેસાણામાં પોલીસે ઠગબાજ કંપનીનો કર્યો પર્દાફાશ

જોકે આ આરોપીઓ પોતાની ફ્રોડ કંપનીમા 50 લાખ લોકોને જોડાવા માંગતા હતા. જે જોતા 150 કરોડથી વધારેનો ચુનો જનતાને લગાવવાનો પ્લાન ગોઠવાયો હતો. પરંતુ મહેસાણા પોલીસને બાતમી મળતા આ મલ્ટી માર્કેટિંગના વેપારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા સાયબર સેલના અધિકારીએ પબ્લિક ઓટો ક્લબ નામની આ ઠગ કંપનીના ઠગબાજો સામે ફરિયાદ નોંધી કંપનીના બે બેંક એકાઉન્ટ સીઝ કર્યા છે.

જેમાં એક એકાઉન્ટમાં 80 લાખ જેટલી રકમનું ટ્રાન્જેક્શન થયુ હતું. પોલીસે નિયમો વિરુદ્ધ ખોટી કંપની બનાવી લોકોને ઠગવાના આ કારોબારમાં ઈનામી પ્રથા અને પૈસા ફેરવવાની યોજના કાયદા 1978ની કલમ 3,4 અને 5ની પેટા કલમ ક ખ ગ ઘ અને ઇપીકો 406, 120બી, મુજબ વિજુવાડા -માંડલ અમદાવાદના રહેવાસી ભાઈલાલ પટેલ, અને મહેસાણાના બેચરાજી ખાતે આવેલ પ્રતાપનગરના રહેવાસી હાર્દિક પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા મહેસાણા સહિત રાજ્યમાં બનતી લોભામણી લાલચ આપી છેતરપીંડી અટકાવવા માટે ચેતવાની અપિલ કરી હતી. મહેસાણા જિલ્લામાં પ્રથમવાર આ પ્રકારનો ગુનો નોંધાયો છે. ત્યારે જનતાએ પણ પોતાની અને પોતાના પૈસા મિલકતની જાળવણી કે રોકાણ કરતા પહેલા 100 વાર વિચારવાની જરૂર રહી છે.

Intro:

જનતા છેતરાય પહેલા પોલીસે ઠગબાજ કંપનીનો પર્દાફાશ કર્યોBody:લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ન મરે કહેવત તો તમે સાંભળી જ હશે પરંતુ આજે મહેસાણા જિલ્લા પોલીસે કરોડોનું ફુલેકુ ફેવવવા જતી એક ફ્રોડ કંપનીને તેના બઈરાદા પાર પાડે તે પહેલાં જ તેનો પર્દાફાશ કરી દીધો છે ત્યારે આવો જોઈએ છેતરપિંડીનું સરનામું બતાવતી મહેસાણાની પબ્લિક ઓટો ક્લબ કંપનીના સંચાલકોના કારસ્તાન...

મહેસાણા આમતો સાણું શહેર કહેવાયું છે પરંતુ લોભ અને લાલચની વાત આવે ત્યારે ભલભલાની મતી મરી જતી હોય છે આવું જ બન્યું છે મહેસાણા જિલ્લા ની જનતા સાથે જેમાં એક પબ્લિક ઓટો ક્લબ નામની ખાનગી ફ્રોડ પેઢી ઉભી કરી ભાઈલાલ પટેલ અને હાર્દિક પટેલ નામના બે ઠગબજોએ ભોળી જનતાને ભ્રમિત કરવા એકવાર 3150 રૂપિયા ભરી સભાસદ બની રોજ 50 , એક માસે 1000 અને 12 માસે 12000 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ કે ગેસ ભરાવી આપવાની લાલચ આપી 4200 જેટલા સભાસદોના કુલ 1.5 કરોડ જેટલા રૂપિયા પડાવી લીધા છે તો આરોપી ઠગબાજો દ્વારા 6359388018 મોબાઈલ નંબર સાથે લોભામણી સ્કીમોની જાહેરાત કરતા કાગળો વેચી પોતાની મહેસાણા બેચરાજી વિસનગર સહિતના શહેરોમાં પોતાની બ્રાન્ચ ખોલવામાં આવી હતી તો ટ્રી સિસ્ટમ મુજબ ગ્રાહકોને એજન્ટો બનાવી તે નવા ગ્રાહકો બનાવે તો ગ્રાહક દીઠ 60 થી 200 રૂપિયાનું કમિશન આપવામાં આવતું હતું આમ એક મલ્ટી માર્કેટિંગના ગોરખ વેપારમાં જીલ્લાના 4200 લોકોને અત્યાર સુધી ફસાવવામાં આવ્યા છે જોકે આ આરોપીઓ પોતાની ફ્રોડ કંપની સાથે 50 લાખ લોકોને જોડાવા માંગતા હતા જે જોતા 150 કરોડ થી વધારેનો ચુનો જનતાને લગાવવાનો પ્લાન ગોઠવાયો હતો જોકે મહેસાણા પોલીસને બાતમી મળતા આ મલ્ટી માર્કેટિંગના ફર્જી વેપારને પોલીસે શંકા ના દયારામ લઈ કાયદેસરની કાર્યવાહી કરતા પર્દાફાશ કર્યો છે

મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા સાયબર સેલના અધિકારીએ પબ્લિક ઓટો ક્લબ નામની આ ઠગ કંપનીના ઠગબાજો સામે ફરિયાદ નોંધી કંપનીના બે બેંક એકાઉન્ટ સીઝ કર્યા છે જેમાં એક એકાઉન્ટનું સ્ટેટમેટ જોતા 80 લાખ જેટલી રકમ જોવા મળી છે ત્યારે પોલીસે નિયમો વિરુદ્ધ ખોટી કંપની બનાવી લોકોને ઠગવાના આ કારોબારમાં ઈનામી પ્રથા અને પૈસા ફેરવવાની યોજના કાયદા 1978ની કલમ 3,4 અને 5ની પેટ કલમ ક ખ ગ ઘ અને ઇપીકો 406, 120બી, મુજબ વિજુવાડા -માંડલ અમદાવાદના રહેવાસી ભાઈલાલ પટેલ, અને મહેસાણાના બેચરાજી ખાતે આવેલ પ્રતાપનગર ના રહેવાસી હાર્દિક પટેલ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા મહેસાણા સહિત રાજ્યમાં બનતી લોભામણી લાલચે છેતરપિંડીની ઘટના અટકાવવા માટે ખાસ આ ઘટના ઉદાહરણ રૂપ ગણાવી છે તો મહેસાણા જિલ્લામાં પ્રથમવાર જનતા છેતરાતી હોય ત્યાં પોલીસે પહેલા થી જ ફરિયાદ નોંધી ફર્જી કંપનીના બેંક એકાઉન્ટ સીઝ કર્યાની પહેલી ઘટના સામે આવી છે ત્યારે જનતાએ પણ પોતાની અને પોતાના પૈસા મિલકતની જાળવણી કે રોકાણ કરતા પહેલા 100 વાર વિચારવાની જરૂર રહી છેConclusion:મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા મહેસાણા સહિત રાજ્યમાં બનતી લોભામણી લાલચે છેતરપિંડીની ઘટના અટકાવવા માટે ખાસ આ ઘટના ઉદાહરણ રૂપ ગણાવી છે તો મહેસાણા જિલ્લામાં પ્રથમવાર જનતા છેતરાતી હોય ત્યાં પોલીસે પહેલા થી જ ફરિયાદ નોંધી ફર્જી કંપનીના બેંક એકાઉન્ટ સીઝ કર્યાની પહેલી ઘટના સામે આવી છે ત્યારે જનતાએ પણ પોતાની અને પોતાના પૈસા મિલકતની જાળવણી કે રોકાણ કરતા પહેલા 100 વાર વિચારવાની જરૂર રહી છે

બાઈટ01 : નિલેશ જાજડિયા, DSP-મહેસાણા

રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.