- કોરોના પર કવિતા ગાતા વૃદ્ધ કિસાન સોશિયલ મીડિયામાં થયા પ્રખ્યાત
- કોરોના કાળની મુસીબતો અને અનુભવો આ કવિતામાં ગવાયા
- કોરોના પર થયેલા અનેક રમૂજો સામે વૃદ્ધ કિસાનની આ અનોખી કવિતા
મહેસાણાઃ સમગ્ર વિશ્વ જ્યારે કોરોના વાઇરસની મહામારીથી પીડાઇ રહ્યો છે, ત્યારે મહેસાણામાં એક ખેડૂતનો રમૂજ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં આ ખેડૂત કોરોના પર કવિતા ગાઇ રહ્યા છે.
એક વૃદ્ધ ખેડૂતનું કોરોના કાવ્ય
સમગ્ર રાજ્યમાં જ્યાં કોરોના કાળ આકરી મુસીબતો અને અણધાર્યા અનુભવો કરવી રહ્યો છે, ત્યારે કોરોના પર અનેક ગીતો ગવાયા છે અને રમૂજો પણ થઈ છે. જોકે તાજેતરમાં એક વૃદ્ધ કિસાન કવિ બની સોશિયલ મીડિયામાં કોરોનાની કવિતા પર ધૂમ મચાવી રહ્યા છે. જેમની કોરોના પરની કવિતા એક દમ સ્વદેશી અંદાજમાં પોતાની આગવી શૈલીથી ગાઈને કોરોના જેવા કપરા કાળની મુસીબતો અને અનુભવોને કવિતા રૂપે વર્ણવી રહ્યા છે.
મહામરીમાં કોરોના પર રમૂજ બાદ મોજ કરાવતી કિસાન કવિની કોરોના કવિતા..! સાહિત્યકાર, લેખકો અને કવિઓની ધરતી ગુજરાત પર ખેડૂતે કોરોના પર કર્યું કવિતાનું ગાનગુજરાતની ધરતી પર અનેક કવીરત્નો પેદા થયા છે, ત્યાં આજે વૃદ્ધ કિસાન પણ કોરોનાની કવિતાથી ફેમસ બન્યા છે. આ વૃદ્ધ ખેડૂતે પોતાના કુશળ કંઠ પર સ્વદેશી અંદાજમાં કોરોના પર ની ચાર પંક્તિ વિદેશી વાયરો વાયો.. કોરણીયો આયો..મોતની કંકુત્રી લાયો.. ગાતા કોરોના વાઇરસ વિદેશથી ભારતમાં આવ્યો અને જે બીમારી લોકોના જીવ પણ લઈ ગઈ સાથે જ જે લોકડાઉનની સ્થિતિ વણસી જેમાં ક્યાંક વ્યસન માટેની સામગ્રી ન મળી તો તે મળી તો પડાપડી અને કાળા બજાર થયો સાથે જ પરિવારને ઘરમાં પુરવો પડ્યો અને જો કોઈ બહાર નીકળ્યો તો પોલીસે કાર્યવાહી કરી આ તમામ ઘટનાઓ કે જે કોરોના સમયનો ઇતિહાસ બન્યો છે. તેને આ વૃદ્ધ ખેડૂત પોતાના સ્વરોમાં કવિતાની પંક્તિ રૂપે રાગમાં ગાઈ શ્રોતાઓના મન જીતી રહ્યા છે.