મહેસાણા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસની (PM Modi Birthday) ઉજવણીના ભાગરૂપે (PM Modi Birthday Celebration) મહેસાણા સાયકલ ક્લબ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વાસથી વિકાસયાત્રાની થીમ પર જલસે જે તક સાયકલીંગ કરી સાયકલ સવારે સતલાસણા તાલુકાના ધરોઈ ડેમથી (Dharoi Dam of Satlasana Taluka) બનાસકાંઠા જિલ્લાના ધાર્મિક સ્થાન અંબાજી (Ambaji religious place Banaskantha district) સુધી પહોંચ્યા હતા.
82 કિલોમીટરનું અંતર કાપ્યું ધરોઈ ડેમથી વહેલી સવારે સાયકલિંગ ક્લબના મેમ્બરોને (Mehsana Cycling Club Members) રાજ્ય સભાના સાંસદ (MP of Gujarat ) જુગલસિંહ ઠાકોર દ્વારા લીલી જંડી આપી સાયકલ યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ધરોઈ ડેમથી અંબાજી સુધી (Dharoi Dam to Ambaji Cycle Yatra) કુલ 14 ગામો અને 82.79 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
અંબાજી માતાજીના દર્શન સાયકલ ક્લબ મહેસાણાના સાયકલ સવારો માં અંબાજીના પ્રાંગણમાં પહોંચ્યા હતા. માતાજીના દર્શન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘ આયુ માટે પ્રાર્થના કરી હતી. આ સફળ સાયકલ યાત્રા પૂરી કરી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.