મહેસાણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બર 2022ના રોજ (PM Modi Birthday) તેઓનો 72મો જન્મ દિવસ (PM Modi 72 Birthday) છે. મોદી પરિવારમાં જન્મેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાનપણથી જ હોશિયાર અને ખંતીલા બાળક હતા. ભારત આજે વિશ્વ ગુરુ બનવાની દોડમાં છે, ત્યારે ભારતનું નેતૃત્વ સંભારણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૂળ વડનગરના રહેવાસી છે. વડનગર ઐતિહાસિક નગરીની (Vadnagar Historical Town) સાથે સાથે વિશ્વ નેતા નરેન્દ્ર મોદીના વતન તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતું છે.
જૂનું નાનકડું મકાન એ વડાપ્રધાનના જન્મ સ્થળ આમ આજે વડનગર ગૌરવ બનતું શહેર (PM Modi Birth place Mehsana Vadnagar) બની ઉભરી આવી છે. આજે પણ વડનગરમાં આવેલા એક નાનકડી ગલી અને એમાં આવેલું એક જૂનું નાનકડું મકાન એ વડાપ્રધાનના જન્મ સ્થળ તરીકે જોવા મળી રહ્યું છે. નરેન્દ્ર મોદીનો જન્મ વડનગરની શેરીમાં આવેલા નાનકડા મકાનમાં થયો હતો. તેઓ સંયુક્ત પરિવારમાં એક સરતાન તરીકે રહ્યા હતા. વડનગરની શેરીઓમાં નરેન્દ્ર મોદીના બાળપણ (Narendra Modi childhood in the streets of Vadnagar) કિલ્લોલ સમાયેલો છે.
PM મોદી મિત્રો સાથે રમતા કુદતા હતા નરેન્દ્ર મોદી જે શેરીમાં રહેતા તેમના કુટુંબી ભાઈના જણાવ્યા પ્રમાણે એક સામાન્ય પરિવારમાં નરેન્દ્ર મોદીનો જન્મ (Prime Minister Modi Birthday 0 થયો હતો. ત્યારથી લઈ અત્યાર સુધી આજે મકાન તેમની જન્મ સ્થળ તરીકે જોવા મળે છે. તે સ્થિતિમાં રહ્યું છે. આ શેરીમાં તેઓ તેમની સાથે અને તેઓ બધા મિત્રો સાથે રમતા કુદતા હતા.
BN હાઇસ્કુલમાં માધ્યમિક શિક્ષણ તેઓએ 12 વર્ષની ઉંમરે RSSમાં જોડાઈ (Pm Modi Joined RSS) કંઈક કરવાની તમન્ના રાખી હતી. તેઓ ભણવામાં હોશિયાર હતા વડનગરની BN હાઇસ્કુલમાં માધ્યમિક શિક્ષણ (PM Modi High School) મેળવ્યું હતું. પહેલેથી જ તેઓને નેતૃત્વ કરવાનું એક આગવી આવડત હતી. તેઓ હંમેશાં પોતાના ઇરાદાઓને પાર પાડતા હતા. આમ તેમનું બાળપણ વડનગરની અંદર આ જ શેરીઓમાં અને ગલીઓમાં આ જ જૂના મકાનમાં વીત્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાળપણની સ્મૃતિઓ મહેસાણાના વડનગરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો. એટલુંજ નહિ પણ અહીંયા તેમનું એક જૂનું મકાન પણ છે. વડનગર શેરીમાં તેમની બાળપણની યાદો વણાયેલી છે. બાળપણની યાદોને સાચવી બેઠા છેવડનગરની નાનકડી ગલીમાં આવેલા નાના મકાનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો. તેમનો જન્મ એક સંયુક્ત કુટુંબમાં થયો હતો. આ સાથે તેઓની હાઈસ્કૂલ પણ ત્યાં હાલ છે. જે હાલના સમયની અંદર હજૂ કાર્યરત છે. નરેન્દ્ર મોદીના કુટુંબીજનો આજે પણ તેમના જન્મ અને બાળપણની યાદોને (PM Modi Birthday Childhood memories) વર્ણવી રહ્યા છે. આજે તેમનો 72મો જન્મ દિવસ હોવાથી તેમના નરેન્દ્ર મોદીના કુટુંબીજનો તેઓની બાળપણની સ્મૃતિઓ વર્ણવી રહ્યા છે.