મહેસાણા : મહેસાણા જિલ્લામાં ખેતી અને પશુપાલન મુખ્ય (Planting of Summer Crops) વ્યવસાય રહ્યો છે. તેવામાં શિયાળા બાદ ઉનાળુ સિઝનની શરૂઆત થતા ખેડૂતોએ નવી સિઝનની ખેતીના વાવેતર માટે પ્રારંભ કરી દેતા હોય છે. જ્યારે ઉનાળુ સીઝનના (Planting of Summer Crops in Mehsana) પ્રારંભે જ મહેસાણા જીલ્લામાં 8 હજાર હેકટર જમીન પર વાવેતર કરવામાં આવ્યું છે.
વિવિધ પાકોનું વાવેતર
ઉનાળુ સીઝનમાં ખેડૂતોને ખેતી માટે ગરમીના (Summer Season Planting) વાતાવરણની અસમાનતા સાથે સિંચાઇની વ્યવસ્થામાં અડચણોનો પડકાર હોય છે. જિલ્લામાં ઉનાળુ વાવેતરનો લક્ષ્યાંક નક્કી કરવામાં નથી આવ્યો. પરંતુ ચાલુ ઉનાળુ ખેતીની સીઝન માટે ખેડૂતોએ બાજરી, ઘઉં, શાકભાજી અને ઘાસચારો વગેરેનું વાવેતર ખેડૂતોએ કર્યું છે.
આ પણ વાંચો : Natural farming in Bhavnagar : પ્રાકૃતિક ખેતીથી કેરી સહિતનો વિવિધ પાક આપે છે સારી ઉપજ