મહેસાણાઃ મહેસાણા જિલ્લા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. જેમાં રાજ્યના કેબિનેટપ્રધાન ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલની ઉપસ્થતિમાં જિલ્લાની વિવિધ સરકારી સંસ્થાના અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં જિલ્લાના વિકાસ કામોની ચર્ચા વિચારણાઓ (Planning body meeting in Mehsana)કરવામાં આવી હતી.
બેઠકમાં ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત
વિવિધ વિકાસના કામો માટે રાજ્ય સરકાર દ્વારા 13.75 કરોડ અને ATVT માટે 14 કરોડની ગ્રાન્ટની ફાળવણી (Grant allotment for development works in Mehsana) કરાઈ હોવાની જાહેરાત (An Announcement about grant By cabinet ministers) જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવી હતી. જેમાંથી મહેસાણા જિલ્લાના 600 ઉપરાંતના ગામોમાં જરૂરી વિકાસના કામો (Meeting for development works in Mehsana) જેવા કે શાળાના નવીન ઓરડા અને પીવાના પાણીની સુવિધાઓ વિકસાવવાનું આયોજન કરાયું છે. મહેસાણા જિલ્લા વહીવટી તંત્રની પ્રશંસા કરતા પ્રધાને ગત વર્ષે ઠરાવવામાં આવેલ વિકાસ કામોને તંત્ર દ્વારા 98 ટકા પૂર્ણ કરાયું હોવાની માહિતી (Planning body meeting in Mehsana)પૂરી પાડી હતી.
જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને આયોજન મંડળની બેઠક
મહેસાણા જિલ્લાના પ્રભારી અને સહકારપ્રધાન જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને આયોજન મંડળની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વર્ષ 2022-23ની વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગતની 15 ટકા વિવેકાધીન, 5 ટકા પ્રોત્સાહક, ખાસ પછાત વિસ્તાર જોગવાઇ હેઠળ તાલુકાઓ તથા નગરપાલિકાઓનું આગોતરુ આયોજન જિલ્લા આયોજન કચેરી, મહેસાણા ખાતે પ્રાથમિક મંજૂરી (Planning body meeting in Mehsana)અર્થે મળી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આયોજન મંડળની બેઠક યોજનારમાં મહેસાણા જિલ્લો બીજા ક્રમે છે.
આ પણ વાંચોઃ Ganga Swarupa Yojana : મહેસાણામાં 56,345 ગંગા સ્વરૂપ બહેનોના ખાતામાં 14.99 કરોડ જમા કરાયા
647 કામોની 850.24 લાખની મંજૂરી
આ બેઠકમાં વર્ષ 2022-23ની વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગતની 15 ટકા વિવેકાધીન, 5 ટકા પ્રોત્સાહક અને ખાસ પછાત વિસ્તાર જોગવાઇ હેઠળ કુલ 647 કામોની 850.24 લાખની મંજૂરી (850.24 lakh sanction for 647 works in Mehsana) આપવામાં આવી હતી. આજની બેઠકમાં અગાઉના વર્ષોના પ્રગતિ તથા શરૂના થયેલા તમામ કામોની કામવાર સમીક્ષા કરી તથા આ કામો 2 માસમાં જ પૂર્ણ કરી ખર્ચ કરવા તમામ અમલીકરણ અધિકારીને તાકીદ કરવામાં આવી હતી. આ બેઠકમાં અજિલ્લામાં પ્રાથમિક શાળા તથા આરોગ્યના કામોને પ્રાધાન્ય આપવા, તમામ તાલુકા પંચાયત તથા નગરપાલિકાના પ્રમુખને સૂચના (Planning body meeting in Mehsana)આપવામાં આવી હતી.
કામો છ માસમાં પૂર્ણ કરવા જણાવ્યું
બેઠકમાં મંજૂર થયેલ તમામ કામો છ માસમાં પૂર્ણ થાય તે મુજબ કાર્યવાહી કરવા અને કામોની સતત સમીક્ષા કરતા રહેવા જિલ્લા પ્રભારીપ્રધાને, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા આયોજન અધિકારીને સૂચના આપી હતી. બેઠકના અંતે જિલ્લા આયોજન કચેરી દ્વારા જિલ્લાના તૈયાર કરવામાં આવેલા Sustainable Development Goals રિપોર્ટનું વિમોચન (Planning body meeting in Mehsana)કરવામાં આવ્યું હતું. આયોજન મંડળની બેઠકમાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે જરૂરી સંબંધિત સૂચનો કર્યા હતાં.