ETV Bharat / state

STની અનિયમિતતાઃ વિસનગરના બાકરપુરમાં લોકોએ બસ રોકી નોંધાવ્યો વિરોધ

મહેસાણાઃ નવા સત્રનું શિક્ષણકાર્ય શરૂ થયાને એક સપ્તાહ પણ થયું નથી, ત્યાં જ વિદ્યાર્થીઓના પરિવહનથી જોડાયેલી ST બસની સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે. મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આવેલા બાકરપુર ગામે ST બસો સમયસર ન આવતા ST તંત્રની અનિયમિતતા સામે ગામમાં નારાજગી પ્રસરી છે. જેને પગલે શનિવારે સવારથી જ ગામમાંથી પસાર થતી તમામ ST બસોને ગામના લોકો અને વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં જ રોકી રાખવામાં આવી હતી.

વિસનગરના બાકરપુર ગામે લોકોએ બસસેવા પર રોક લગાવી
author img

By

Published : Jun 15, 2019, 4:29 PM IST

Updated : Jun 15, 2019, 5:54 PM IST

વિદ્યાર્થીઓ દ્વારા ST તંત્રની અનિયમિતતા સામે નારાજગી દર્શાવીને પોતાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ST બસોને ગામમાં જ રોકી રાખવાનો નવો જ ચીલો બહાર પાડ્યો છે. અગાઉ પણ વડનગર તાલુકાના એક ગામમાં વિસનગર ડેપોની ST બસને ગામલોકો દ્વારા એક દિવસ રોકી રાખવામાં આવી હતી. શનિવારે બાકરપુર ગામે 3 જેટલી ST બસોને રોકી રાખવામાં આવતા ST તંત્ર હરકતમાં આવ્યું છે. જો કે, કલાકો બાદ પણ ST બસોને ગામમાંથી બહાર કાઢવામાં આવી ન હતી, ત્યારે સમસ્યાનું સમાધાન અને ST બસોને બાકરપુર ગામમાંથી મુક્ત ક્યારે કરાય છે તે જોવાનું રહ્યું!

વિસનગરના બાકરપુર ગામે ગયેલી ST બસોને વિદ્યાર્થીઓએ ગામમાં જ કેદ કરી રાખી

તાજેતરમાં શિક્ષણકાર્ય ના નવા સત્રનો આરંભ થયો છે ત્યાં વિદ્યાર્થીઓના પરિવહન થી જોડાયેલી ST બસની સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આવેલ બાકરપુર ગામે ST બસો સમયસર ના આવતા અને ST તંત્રની અનિયમિતતા સામે ગામમાં નારાજગી પ્રસરી છે જેને પગલે આજે સવાર થી જ ગામમાં થઈ પસાર થતી તમામ ST બસોને ગામના લોકો અને વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં જ રોકી દઈ કેદ કરવામાં આવી છે વિદ્યાર્થીઓ દ્વારા ST તંત્રની અનિયમિતતા સામે નારાજગી જતાવતા પરિવાહ માટે સરકારી તંત્રમાં રહેલી પોતાની સમસ્યાનો ઉકેલ લાવવા ST બસોને ગામમાં કેદ કરી રાખવાનો નવો જ ચીલો પફવામાં આવ્યો છે ત્યારે અગાઉ પણ વડનગર તાલુકાના એક ગામમાં વિસનગર ડેપોનો ST બસને ગામલોકો દ્વારા એક દિવસ કેદ કરી રાખવામાં આવી હતી ત્યાં આજે બાકરપુર ગામે 3 જેટલી ST બસોને કેદ કરી રાખવામાં આવતા ST તંત્ર હરકતમાં આવ્યું છે જોકે કલાકો બાદ પણ ST બસોને ગામમાં થી બહાર કાઢવામાં આવી નથી ત્યારે સમસ્યાનું સમાધાન અને ST બસોને બાકરપુર ગામ માંથી મુક્ત ક્યારે કરાય છે તે જોવું રહ્યું...!

રોનક પંચાલ , ઇટીવી ભારત , વિસનગર-મહેસાણા 
Last Updated : Jun 15, 2019, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.