- નોર્મલ ડિલેવરી દરમિયાન શસ્ત્ર ક્રિયા
- મહિલાના શરીરની અંદર નુક્સાન થયું
- પરિવારે કરી યોગ્ય સારવારની માગ
મહેસાણા: વિસનગરનો એક પરીવાર મહિલાને સુવાવડ માટે GMERS હોસ્પિટલમાં પહોચ્યો હતો પણ ડિલીવરી દરમિયાન તબીબ દ્વારા અન્ય કોઈ સર્જરી કરવામાં આવી છે તેવો પરીવાર દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કારણે કે મહિલા હાલમાં શારિરીક મુશ્કેલીઓ ભોગવી રહી છે. પરિવારે મહિલાની યોગ્ય સારવાર કરવાની માગ કરી છે.
નોર્મલ ડિલેવરી દરમિયાન શસ્ત્ર ક્રિયા
વિસનગરનો એક પરિવાર મહિલાને સુવાવડનો સમય થતા તેને ડિલેવરી માટે GMERS ખેસેડી હતી. મહિલાની સ્થિતી સારી હોવાને કારણે હોસ્પિટલના તબીબ દ્વારા નોર્મલ ડિલિવરી કરાવવા માં આવી હતી. જોકે ડિલેવરી દરમિયાન તબીબો કોઈ કારણોસર મહિલાના શરીરમાં ચેકો પાડ્યો હતો જેના કારણે શરીરના અંદરના અન્ય ભાગોને નુક્સાન પહોંચ્યું હતું.
શરીરની અંદર નુક્સાન
ડિલેવરી બાદ મહિલાનો મળ માર્ગ બંધ થઈ ગયો હતો અને મહિલાને મળ, મૂત્ર, અને માસિકસ્ત્રાવ બધું જ માત્ર મૂત્રમાર્ગે થવા લાગ્યું હતું જેથી મહિલાને હોસ્પિટલમાં જ રાખવામાં આવી હતી. સારવાર છતા પણ મહિલાની હાલતમાં કોઈ સુધાર ન આવતા પરિવાર રોષે ભરાયો હતો.
આ પણ વાંચો : દિલ્હીમાં કેન્સરથી પીડાતી મહિલા કોરોના સંક્રમિત દર્દીઓને એમ્બ્યુલન્સની નિઃશુલ્ક સેવા આપી રહી છે
પરિવારે તબીબો વિરુદ્ધ કરી કાર્યવાહીની માગ
ડિલેવરીમાં તબીબોથી બેદરકારી થઈ છે તેવા આક્ષેપો સાથે મહિલાના પતિએ મીડિયા અને પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું અને જવાબદાર સામે કાર્યવાહી અને પોતાની પત્નીને જલ્દી યોગ્ય સારવાર મળે તેવી માગ કરી હતી. સમગ્ર ઘટના વચ્ચે બાળકના હાલ જાણતા નવજાત શિશુ હાલમાં તંદુરસ્ત છે અને પરિવાર તે મામલે સંતુષ્ટ છે પરંતુ મહિલાની સ્થિતિને લઈ તબીબ પર આક્ષેપો કરતા રોષ ઠાલવી રહ્યા છે
તબીબો કરી રહ્યા છે સારવાર
આ મામલે વડનગર સિવિલના સત્તધીશોએ હાલમાં આ મહિલાનો સારવાર ચાલુ છે અને ડિલિવરી સમયે તકલીફ સર્જાઈ છે જોકે સોમવારે વધુ તબીબોની મદદ લઇ મહિલાને સારી સારવાર આપી સ્વસ્થ કરવા પૂરતો પ્રયત્ન કરાશે તેવું જણાવવામાં આવ્યું છે.