મહેસાણાઃ દેશમાં લોસડાઉનને એક મહિનાનો સમય વીતી ગયો છે. છતાં પણ હજી કંઈ નિવાડો આવ્યો નથી, ત્યારે મહેસાણા લોકડાઉનના સમયમાં સાચે જ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે.
મહેસાણા જિલ્લામાં લોકડાઉનના પગલે શહેરી વિસ્તાર પણ સુમસાન જોવા મળ્યા દેશમાં લોકડાઉનને એક મહિનો વિતી ચુક્યો છે. છતાં કોરોના વાઇરસના સંક્રમણથી કેટલાક વિસ્તારમાં હજી પણ પ્રભાવિત છે, ત્યારે સોશિયલ ડિસ્ટન્સ માટે લોકડાઉનએ સરકારનો મહત્વનો નિર્ણય ખૂબ સાર્થક સાબિત થયો છે. જો કે, લોકડાઉનમાં સરકારે હવે કેટલીક ચીજ વસ્તુઓ ઉત્પાદન અને વેચાણ વેપાર માટે છૂટછાટ આપી છે. છતાં પણ આજે મહેસાણા શહેરમાં બપોર બાદનો નજારો એવો જોવા મળી રહ્યો છે કે, જાણે શહેરમાં સાચે જ કરફ્યૂ લાગ્યો હોય.
મહેસાણા જિલ્લામાં લોકડાઉનના પગલે શહેરી વિસ્તાર પણ સુમસાન જોવા મળ્યા જો કે, આ સ્થિતિને કારણે જ કદાચ મહેસાણા શહેર કોરોના વાઇરસના વધુ સંક્રમણથી બચી શક્યું છે. આગામી દિવસોમાં સરકારની છૂટછાટ બાદ મહેસાણા જિલ્લામાં ફરી એકવાર સામન્ય સ્થિતિ અને સામન્ય જનજીવન જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.