મહેસાણાઃ જિલ્લાના ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે ધરોઈ ડેમમાં નવાનીરનું આગમન થયું છે. ઉપરવાસ 8.80 મિ.મી, ખેરોજમાં 04.40 મિ.મી, હરણાવમાં 32 મિ.મી અને જોતસણમાં 17.60 મિ.મી જેટલા વરસાદ થયો છે. જેના કારણે 1320 ક્યૂસેક જેટલા નવાનીરની આવક નોંધાઇ છે. જેથી જિલ્લાના સતલાસણા ખાતે આવેલા ધરોઈ ડેમમાં એક ફૂટ પાણીનો વધારો થયો છે.
અત્યારે આ ડેમની 601.24 ફૂટ જળ સપાટી નોંધાઇ છે. ધરોઈ ડેમની 622 ફૂટ ભય જનક સપાટી છે, ત્યારે હજૂ ચોમાસામાં પણ 20 ફૂટ જેટલી પાણીની ખોટ પૂર્ણ થશે, તો ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે આગામી વર્ષે ખેતી અને પીવાના પાણી માટે સમસ્યા સર્જાશે નહીં.