- વિસનગર સાંકળચંદ પટેલના નિર્વાણ દિવસે પુષ્પાંજલિ સાથે યુનિવર્સીટી દ્વારા પદવીદાન સમારોહ યોજાયો
- વિસનગરમાં કર્મવીર સાંકળચંદ પટેલના 34માં નિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
- સાંકળચંદ યુનિવર્સીટી સહિતની સંસ્થાઓ પર કર્મવીરની પ્રતિમાઓને પુષ્પ અને આંટી અર્પણ કરાઈ
- કર્મવીરના વારસદાર અને શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પુષ્પઅંજલી અર્પણ કરાઈ
- કર્મવીર સાંકળચંદ પટેલનું વિસનગરની શિક્ષણ સેવાઓમાં મોટું યોગદાન
- વિસનગરમાં શિક્ષણિક, કૃષિ અને સામાજિક સંસ્થાઓના વિકાસમાં તેમના પુરુષાર્થને આજે પણ લોકો યાદ કરે છે
- વિસનગર સાંકળચંદ યુનિવર્સીટી ખાતે ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો
- ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ગોલ્ડમેડલ અને પદવી એનાયત કરાઈ
- 1455 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ
- 37 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા
- ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ યુનિવર્સીટી અને મેડિકલ કોલેજના વિકાસ માટે અભિનંદન પાઠવ્યા
- ગુજરાત સરકારના સહયોગથી 75 બેડ પર કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે
- શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિસનગરમાં આપી હાજરી
- વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સીટીના પદવીદાન સમારોહમાં આપી હાજરી
- વિસનગરમાં ભુપેન્દ્રસિંહના હસ્તે સ્ટાર્ટપ ઇનોવેશન હબનું લોકાર્પણ કરાયું
- વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સીટી સ્ટાર્ટપ & ઇનોવેશન હબનું લોકાર્પણ કરાયું
- વિદ્યાર્થીઓમાં રહેલા સર્જનાત્મક વિચારોને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું
મહેસાણાઃ જિલ્લામાં આવેલ શૈક્ષણિક નગરી વિસનગરના આંગણે શનિવારના રોજ કર્મવીર પુરુષ સ્વ.સાંકળચંદ પટેલના 34માં નિર્વાણ દિવસ નિમિત્તે શહેરના પ્રબોધ નાગરિકો અને અગ્રણીઓ સહિત તેમના વરસદર દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિસનગર શહેરમાં સામજિક શિક્ષણિક અને કૃષિ સંસ્થાઓમાં આવેલ કર્મવીર દાદાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આંટી પહેરાવવામાં આવી છે. 34માં નિર્વાણ દિવસે કર્મવીર સાંકળચંદ પટેલના સામાજિક અને શિક્ષણિક સેવા કાર્યોને બિરદાવતા આજે સૌ કોઈ તેમને યાદ કરી રહ્યા છે, તો સ્વર્ગસ્થ સાંકળચંદ પટેલના વિચારોને આગળ વધારતા આગામી દિવસોમાં પણ સમાજની સેવામાં શિક્ષણ અને સમાજીક વિકાસને વધુ પ્રગતિશીલ બનાવવા પ્રયત્ન કરવાની તૈયારીઓ સાંકળચંદ પટેલના વારસદાર પ્રકાશભાઈ પટેલે દર્શાવી છે.
રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરી
મહેસાણા જિલ્લામાં આવેલ શૈક્ષણિક નગરી તરીકે જાણીતા વિસનગર ખાતે આજે કર્મવીર સાંકળચંદ પટેલના નિર્વાણ દિવસે નિમિતે સાંકળચંદ પટેલ યુનિવર્સીટી દ્વારા ત્રીજો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો છે, આ પદવીદાન સમારોહમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ટેક્નિકલ અભ્યાસ વિભાગના સચિવ અંજુબેન શર્માએ હાજરી આપી ઉચ્ચ શિક્ષણ મેળવનાર 1155 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી, આ પદવીદાન સમારોહમાં 37 જેટલા તેજસ્વી તારલાઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરી પદવી એનાયત કરાઈ છે. યુનિવર્સીટી દ્વારા આયોજિત ત્રીજા પદવીદાન સમારોહમાં કોરોના ગાઈડ લાઈનનું પાલન કરતા ઓનલાઈન પદવી એનાયત કરવામાં આવી છે. ત્યારે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ સહિતના મહાનુભાવોએ પણ પોતાનો શુભેચ્છા સંદેશ પાઠવી વિદ્યાર્થીઓ અને આ યુનિવર્સીટીને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.
સમસ્યાનું સુવિધા સાથે સમાધાન એનું નામ સ્ટાર્ટપ છે: ભુપેન્દ્રસિંહ ચુડાસમા
વિસનગર ખાતે સાંકળચંદ પટેલ યુનિવર્સીટીમાં હાજરી આપતા રાજ્યના શિક્ષણ પ્રધાનએ આ શૈક્ષણિક સંસ્થામાં સ્ટાર્ટપ એન્ડ ઇનોવેશન હબનું પણ ઉદ્ઘાટન કર્યું છે, જેના દ્વારા વિદ્યાર્થીઓને પોતાનામાં રહેલી સર્જનાત્મક શક્તિને બહાર લાવી સમસ્યાઓને સુવિધા સાથે સમાધાન કરી બતાવે તે માટેની તક પ્રદાન થશે. આમ વિસનગર ખાતે હાજરી આપતા શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહએ શિક્ષણક્ષેત્રે પ્રગતિ કરનાર સંસ્થા અને આજે પદવી મેળવાના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.