ETV Bharat / state

Notice regarding movement register: મહેસાણા જિલ્લામાં ગેરહાજરી મામલે 4 તલાટીઓ અને 3 વિસ્તરણ અધિકારીઓને DDOની નોટિસ - મહેસાણા જિલ્લામાં ડી.ડી.ઓ

મહેસાણામાં ગ્રામ પંચાયત કચેરીમાં(Gram Panchayat office Mehsana ) વિકાસ અધિકારીની સરપ્રાઈઝ વિઝીટમાં તલાટી તેમજ વિસ્તરણ અધિકારી ગેરહાજર મળી આવ્યા હતા. આ તમામ ગેરહાજર તલાટી સામે DDO(ddo in mehsana district ) દ્વારા શિસ્તભંગની નોટિસો પાઠવવામાં આવી હતી. ફરજમાં નિષ્કાળજી દાખવાનાર તલાટી કમ મંત્રીઓને નિયમાનુંસાર શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Notice regarding movement register: મહેસાણા જિલ્લામાં ગેરહાજરી મામલે 4 તલાટીઓ અને 3 વિસ્તરણ અધિકારીઓને DDOની નોટિસ

author img

By

Published : Apr 13, 2022, 7:58 AM IST

મહેસાણા: જિલ્લા વિકાસ અધિકારીએ અનઅધિકૃત ગેરહાજરી અને ફરજમાં નિષ્કાળજી બદલ ચાર તલાટી કમ મંત્રીઓ તેમજ ત્રણ વિસ્તરણ અધિકારીઓને કારણદર્શક નોટીસ આપી હતી. મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા 16 નવેમ્બર 2016, 22 મે 2018 અને 6 જુલાઇ 2021 તેમજ 5 એપ્રિલ 2022ના પરિપત્રોથી જિલ્લાની પંચાયતોને ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીશ્રીઓની હાજરીના દિવસો, તલાટી કમ મંત્રીનો મોબાઇલ નંબર સહિત તેઓની ફેરણી કાર્યક્રમ દર્શાવતું બોર્ડ મુકવા તેમજ ગ્રામ પંચાયત કચેરીમાં મુવમેન્ટ રજિસ્ટર(movement register format) નિભાવવા સૂચનાઓ આપવામાં આપેલા હતા.

તલાટી કમ મંત્રીઓને નિયમાનુંસાર શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરી - મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશે જિલ્લાની વિવિઘ ગ્રામ પંચાયતોની મુલાકાત લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ 1 એપ્રિલના રોજ બેચરાજી તાલુકામાં 8 એપ્રિલ 2022ના રોજ વિસનગર અને વડનગર તાલુકાના ગામોની ઓચીંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ઘણા તલાટી કમ મંત્રીઓ પોતોની ફરજ ઉપર હાજર જણાયા ન હતા. આ દરમિયાન ગ્રામ પંચાયતમાં બોર્ડ અને મુવમેન્ટ રજિસ્ટર નિભાવવામાં(Notice regarding movement register ) આવેલ ન હતું. આ બાબતે કાળજી ન લેતા જિલ્લા વિકાસ અધિકારીઓ આઠ કર્મચારીઓને કારણદર્શક નોટીસ(ddo in mehsana district ) પાઠવી હતી. જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે ફરજ પરથી અનઅધિકૃત ગેરહાજર તથા ફરજમાં નિષ્કાળજી દાખવાનાર 4 તલાટી કમ મંત્રીઓને નિયમાનુંસાર શિસ્ત વિષયક(maintain movement register) કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ પણ વાંચો: પોરબંદરના તલાટી કમ મંત્રીએ ખાતાકીય પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

નિષ્કાળજી દાખવાનાર 4 તલાટી કમ મંત્રીઓ - ગેરહાજર રહેનાર તલાટી કમ મંત્રીઓમાં 1 એપ્રિલ 2022ના રોજ ગેરહાજર રહેનાર બેચરાજી તાલુકાના રણેલાના તલાટી નિલમબેન શંકરભાઇ ચૌધરી, 8 એપ્રિલ 2022ના રોજ ગેરહાજર રહેનાર વિસનગર તાલુકાના ગુંજાના તલાટી રામજીભાઇ ભીખાભાઇ રાવત, કિયાદરના તલાટી દિક્ષિતકુમાર ડાહ્યાભાઇ પટેલ અને વડનગર તાલુકાના મલેકપુરાના તલાટી કાન્તાબેન જેસંગભાઇ ચૌધરીને DDOએ(ddo in mehsana district ) કારણદર્શક નોટીસ પાઠવી હતી.

આ પણ વાંચો: મોરબી: ટંકારાના લજાઈના તલાટીની ફરજમાં રૂકાવટ, પોલીસ ફરિયાદ

શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરાઇ - આ ઉપરાંત તલાટી કમ મંત્રીઓની કામગીરીનું સુપરવિઝન સંભાળતા સંબધિત તાલુકાના વિસ્તરણ અધિકારી (પંચાયત)ને પણ ફરજમાં નિષ્કાળજી બદલ નોટીસ પાઠવી હતી. તેઓની સામે શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરાઇ છે. જેમાં વિસનગર તાલુકા પંચાયતના મનીષાબેન પી સુથાર, વડનગર તાલુકા પંચાયતના કમલેશભાઇ કે પટેલ અને બેચરાજી તાલુકાના કે.જે ઇસરાની વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.