ETV Bharat / state

સરસાવ ગામે અનુસૂચિત સમાજના સ્મશાનનો રસ્તો બંધ કરાતા તણાવની સ્થિતિ સર્જાઇ

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સરસાવ ગામે મંદિરના વહીવટકર્તાઓ દ્વારા Scheduled Castes અનુસૂચિત સમાજના સ્મશાનમાં જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. એવામાં આજે મરણ થતાં મૃતદેહને દફનવિધિ માટે લઇ જવાતો હતો ત્યારે સ્મશાનનો રસ્તો બંધ હતો. જેથી મૃતદેહને રસ્તા વચ્ચે મૂકી દેવાતા ગામમાં થોડો સમય તણાવની સ્થિતિ સર્જાઈ ગઈ હતી.

સરસાવ ગામે અનુસૂચિત સમાજના સ્મશાનનો રસ્તો બંધ કરાતા તણાવની સ્થિતિ સર્જાઇ
સરસાવ ગામે અનુસૂચિત સમાજના સ્મશાનનો રસ્તો બંધ કરાતા તણાવની સ્થિતિ સર્જાઇ
author img

By

Published : May 27, 2021, 2:19 PM IST

Updated : May 27, 2021, 7:44 PM IST

  • સરસાવ ગામમાં સ્મશાનનો રસ્તો બંધ થતાં તણાવ
  • અનુસૂચિત જનજાતિ સમાજના સ્મશાનનો રસ્તો કરાયો હતો બંધ
  • સ્વજનોએ મૃતદેહને રસ્તા વચ્ચે મૂકી દીધો હતો
  • વહીવટી અધિકારીઓએ દોડી આવી મામલો થાળે પાડી દફનવિધિ કરાવી

    પાટણઃ સરસાવ ગામમાં રસ્તાને મામલે તંગ સ્થિતિની વાત વાયુવેગે જિલ્લામાં ફેલાતા નવસર્જન ટ્રસ્ટના નરેન્દ્ર પરમાર સહિત પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ તાત્કાલિક સરસાવ ગામે દોડી ગયાં હતાં અને સ્મશાનગૃહમાં જવાના રસ્તાને અવરોધતી વાડ તોડી મૈયતની દફનવિધી કરાવી હતી. સાથે મંદિર દ્વારા ગેરકાયદેે બનાવવામાં આવેલી દીવાલો દૂર કરવા નિર્ણય કરાયો હતો. મંદિરના ટ્રસ્ટીઓએ સ્મશાન ગૃહ જવાના રસ્તે ગેરકાયદે દીવાલ અને તારની વાડ કરી હોવાનું જાણવા મળે છે.
    દીવાલ અને તારની વાડ દૂર કરવાનો નિર્ણય લેવાતા મામલો થાળે પડ્યો

    આ પણ વાંચોઃ ચિત્તોડગઢમના એક ગામમાં રસીકરણથી ડરેલી વૃદ્ધ મહિલા ઝાડીઓમાં જઇને સંતાઇ ગઇ

કલેક્ટર કચેરીએ આ રીતે પહોંચી વાત

ચાણસ્મા તાલુકાના સરસાવ ગામે અનુસૂચિત સમાજ, રાવળ અને ઠાકોર સમાજનું સંયુક્ત સ્મશાન આવેલું છે જે ગામ પંચાયતના રેકોર્ડ ઉપર સર્વે નંબર 406, 407, અને 408 થી નોંધાયેલું છે. બુધવારે પરમાર ખેમાભાઈ સબુરભાઇનું કુદરતી અવસાન થતાં તેમના સ્વજનો મૃતદેહને Sarasav village SC crematorium આ સ્મશાનમાં દફનવિધિ માટે લઈને નીકળ્યા હતાં. પરંતુ નજીકમાં આવેલ મંદિરના વહીવટકર્તાઓ દ્વારા તારની વાડ અને દીવાલ બનાવી સ્મશાનમાં જવાનો રસ્તો બંધ કરી દેવાયેલો જોઇ ચોંકી ઊઠયા હતાં અને મૈયતને ત્યાં જ મૂકી વીડિયો વાયરલ કરીને Patan Collector પાટણ જિલ્લા કલેકટર કચેરીએ લઇ જવાની વાત કરતાં ભારે ઉત્તેજના છવાઇ હતી. આ હકીકતની જાણ નવસર્જન ટ્રસ્ટ પાટણના નરેન્દ્રભાઈ પરમારને થતાં તેઓએ વહીવટી અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓને હકીકતથી વાકેફ કરતા ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને મંદિરના વહીવટકર્તાઓ દ્વારા સ્મશાનના રસ્તા ઉપર કરવામાં આવેલ તારની વાડ તોડી મૈયતની દફનવિધિ કરાવી હતી.

આ પણ વાંચોઃ મ્યુકોરમાઇકોસીસ 6 વેરીએન્ટના 200થી વધારે કલર શેડ

આ મામલે વાતાવરણ તંગ ન બને તે માટે સરસાવ ગામે તાલુકા વિકાસ અધિકારી, ચાણસ્મા મામલતદાર, ચાણસ્મા પીઆઇ,સરસાવ ગામના સરપંચે તાકીદે બેઠક કરી હતી. બાદમાં મંદિરના વહીવટકર્તા અને ટ્રસ્ટીઓને બોલાવી ગેરકાયદેે દબાણ કરેલી દીવાલ અને તારની વાડ તોડી રસ્તો ખુલ્લો કરવા નિર્ણય લેવાયો હતો. જેને લઈ મામલો શાંત પડ્યો હતો.

Last Updated : May 27, 2021, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.