મહેસાણા જિલ્લા લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ચૌધરી સમાજના સ્નેહમિલન સમાંરોહમાં નીતિન પટેલે દૂધ સાગર ડેરી મામલે પ્રતિક્રિયા આપી હતી. નીતિન પટેલે ચૌધરી સમાજ પશુપાલન અને ખેતી માટે મહત્વનું યોગદાન આપનાર સમાજ ગણાવી દૂધ સાગર ડેરી સામે નિશાન તાકતા ડેરીમાં ગેરવહીવટને લઈ પશુપાલકોને વાર્ષિક 400 થી 500 કરોડનું નુકસાન થતું હોવાનું જણાવ્યું હતુ. જે માટે મુખ્યપ્રધાને ફેડરેશનને ભલામણ કરી 100 કરોડ અપાવ્યા હોવાનું જણાવતા પોતે જ્ઞાતિવાદ ન રાખી સત્તા માટે કોઈ લાલચ ન રાખતા હોય અને ડેરીમાં તેમને ક્યારેય કોઈ પદ જોઈતું ન હોવાનુ પણ જણાવ્યું હતું. ત્ચૂંયારે તેમણે ચૂંટણી સમયે ડેરીની અટકણો વચ્ચે પશુપાલકોએ કોઈ વ્યક્તિને ન જોતા જિલ્લાની ડેરીની ચિંતા અને ડેરીના હિતમાં નિર્ણય લેવા આહવાન કર્યું છે.
તેમજ વધુમાં કહ્યું હતું કે, પોતે કોઈ સમાજ કે વ્યક્તિ નહિ પરંતુ વહીવટી કામગીરીમાં ખોટા કામો સામે લડત આપી તેમજ ભૂતકાળમાં પોતાના સબંધીઓને પણ તેમઁણે ખોટા કાર્યો માટે અટકાવી અને પગલાં લેવડાયા હોાવનું તેમણે જણાવ્યું હતું. આ સાથે જ નીતિન પટેલે આશાબેનને નાણાંકીય મુદ્દે મદદ કરી હોવાનું જણાવ્યુું હતું. આ જ કડીમાં તેમણે કહ્યું હતુ કે 'બોલાવો આશાબેનને જો આ સાચું ન હોય તો હું આજે જ નાયબ મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપી દઉં.' દૂધસાગર ડેરી અંગે કહ્યું હતું કે, ' હું જાતિવાદી નથી..જાતિવાદી હોત તો ડિસ્ટ્રીકટ બેંકમાં એન પી પટેલનો વિરોધ ના કર્યો હોત. પોતાના પક્ષની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે, ડેરીવાળાને કોંગ્રેસમાં જઈ શું ફાયદો થયો? મદદ તો અમે કરીશું ,સરકાર અમારી છે.'