મહેસાણા: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શુક્રવારે ઊંઝા APMC હોલમાં 'નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે'ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત સામજિક સંગઠનોના આગેવાનો અને જિલ્લાની નારીશક્તિ ઉપસ્થિત રહી હતી.
શુક્રવારે 'નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે'ની ઉજવણી અંતર્ગત જિલ્લાની દીકરીઓ અને મહિલાઓને પોષણ કીટ અને સરકારી યોજનના પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવી હતી. આ સાથે જ જે દીકરીઓએ દેશ-વિદેશમાં રમત-ગમત ક્ષેત્રે મહેસાણા જિલ્લાનું ગૌરવ વધાર્યું, તેવી દીકરીઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓએ દીકરીઓ માટે સરકાર જે પ્રયાસ કરી રહી છે, તેવી દરેક યોજનાઓનો લાભ લેવા અને દીકરીનો જન્મ દર વધારવા અપીલ કરી હતી.