સમાજમાં ક્યારેક સામાન્ય બોલાચાલીમાં માહોલ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે. તેવી જ રીતે હત્યા પાછળ અંગત અદાવતો કે પારિવારીક ઝધડા પણ કારણભૂત હોય છે, ત્યારે તેવી જ એક ઘટના ખેરાલુ તાલુકાના ખેરપુર ગામમાં બની હતી જેમાં ભત્રીજાએ જ કાકાનું ઢીમ ઢાળી દીધુ હતું. આ હત્યા કર્યા બાદ ભત્રીજો ફરાર થઇ ગયો હતો.
આ સમગ્ર બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ બનાવને પગલે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.